Delhi: વિવેક વિહારના બેબી કેર સેન્ટરમાં આગ લાગતાં 6 બાળકોના મોત, 11 નવજાતનું કરાયું રેસ્ક્યૂ

Fire Tragedy: દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગવાથી 6 બાળકોના મોત થયા છે. શનિવારે મોટી રાત્રે બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલના અનુસાર સૂચના મળ્યા બાદ 16 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. 

Delhi: વિવેક વિહારના બેબી કેર સેન્ટરમાં આગ લાગતાં 6 બાળકોના મોત, 11 નવજાતનું કરાયું રેસ્ક્યૂ

Fire in Baby Care Centre: દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગવાથી 6 બાળકોના મોત થયા છે. શનિવારે મોટી રાત્રે બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલના અનુસાર સૂચના મળ્યા બાદ 16 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 11 નવજાત બાળકોને રેસ્ક્યૂ કરવામાં સફળ રહ્યા હતા. 

અધિકારીઓનું કહેવું છે કે બેબી કેર સેન્ટરથી 11 નવજાત શિશુઓને બચાવવામાં આવ્યા પરંતુ છના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અકસ્માતનો શિકાર બનેલા એક બાળક સહિત છ લોકો વેન્ટીલેટર પર છે. 

— ANI (@ANI) May 26, 2024

દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે તે રાત્રે 11:32 વાગે પૂર્વી દિલ્હી વિસ્તારના વિવેક વિહાર વિસ્તારમાં એક બેબી સેન્ટરમાં આગ લાગવાની સૂચના મળી હતી. ત્યારબાદ આઠ ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં અવી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. 

વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં આગ લાગવા મુદ્દે ડીસીપી શાહદરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હોસ્પિટલના માલિક નવીન કિચી, જે ભરોન એન્ક્લેવ, પશ્વિમ વિહારમાં રહે છે, તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

120 યાર્ડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું બેબી કેર સેન્ટર 
દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બેબી કેર સેન્ટર 120 યાર્ડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. ICUમાં રહેલા એક બાળકનું આજે સવારે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

સેન્ટરની અંદર પડ્યા હતા ઓક્સિજન સિલિન્ડર
બેબી કરે સેન્ટરની બાજુમાં એક બિલ્ડીંગ હતી તેના પર પણ આગની લપેટો લાગી હતી પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન્થી. બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડ્યા હતા. કેટલાક ઓક્સિજન સિલિન્ડર આગના લીધે ફાટ્યા હતા, જે સ્થળ પર દેખાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news