48 રૂપિયાનો આ શેર પહેલાં જ દિવસે 147 રૂપિયે પહોંચ્યો, 200% થી વધુનો કરાવ્યો ફાયદો

Hariom Atta: એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના શેરમાં પહેલાં જ દિવસે લોકોના પૈસા 3 ગણા કરી દીધા છે. આઇપીઓમાં કંપનીના શેરના ભાવ 48 રૂપિયા હતો. કંપનીના શેર 147 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા છે. 

48 રૂપિયાનો આ શેર પહેલાં જ દિવસે 147 રૂપિયે પહોંચ્યો, 200% થી વધુનો કરાવ્યો ફાયદો

Hariom Atta Share Listing: એચઓએસસી ફૂડ્સ ઇન્ડીયા લિમિટેડ (HOAC Foods India) ની શેર બજારમાં ધમાકેદાર શરૂઆત થઇ. એચઓએસી ફૂડ્સ ઇન્ડીયાના શેર શુક્રવારે 206 ટકાથી વધુના ફાયદા સાથે 147 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયો છે. આઇપીઓમાં એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના શેરોએ લિસ્ટીંગવાળા દિવસે જ રોકાણકારોના પૈસા 3 ગણા કરી દીધા છે. ક6પનીના આઇપીઓ સબ્સક્રિપ્શન મઍટે 16 મે 2024 ના રોજ ખૂલ્યો હતો અને આ 21 મે સુધી ઓપન રહ્યો. 

લિસ્ટિંગ બાદ ઘટી ગયા કંપનીના શેર
જોરદાર લિસ્ટિંગ બાદ એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના શેર ઘટી ગયા હતા. કંપનીના શેર 5 ટકાની લોઅર સર્કિટ સાથે 139.65 રૂપિયા પર પહોંચી ગયો છે. એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India)ના શેર નેશનલ સ્ટોક એક્સચેંજના એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થઇ છે. કંપનીના પબ્લિક ઇશ્યૂની ટોટલ સાઇઝ 5.54 કરોડ રૂપિયાની હતી.

આઇપીઓ પહેલાં એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) માં પ્રમોટર્સની ભાગીદારી 99.99 ટકા રહી ગઇ છે. એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા લિમિટેડ (HOAC Foods India) લોટ, મસાલા અને બીજી ફૂડ્સ પ્રોડક્ટ્સની મેન્યૂફેક્ચરિંગ અને માર્કેટિંગ કરે છે. કંપની હરિઓમ બ્રાંડ નેમથી લોટ, મસાલા, દાળ, અનાજ અને સરસવનું તેલ વેચે છે. કંપની દિલ્હી એનસીઆરમાં એક્સક્લૂસિવ બ્રાંડ આઉટલેટ્સ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ વેચે છે. 

IPO પર લાગ્યો 2000 થી ગણાથી વધુનો દાવ
એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના આઇપીએઓ પર ટોટલ 2013.64 ગણો દાવ લાગ્યો છે. કંપનીના આઇપીઓમાં રિટેલ ઇનવેસ્ટસના કોટા 2556.46 ગણા સબ્સક્રાઇબ થયો. જ્યારે અધર્સ કેટેગરીમાં 1432.60 ગણો દાવો લાગ્યો. એચઓએસી ફૂડ્સ ઇન્ડીયાના આઇપીએમાં રિટેલ ઇનવેસ્ટર્સ એલ લોટ મઍટે દાવ લગાવી શકતા હતા. કંપનીના આઇપીઓના એક લોટમાં 3000 શેર હતા. એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સને એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના આઇપીઓમાં 144000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news