શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકાયો, PM ઘરે પહોંચી શ્રદ્ધાંજલી અર્પી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે નિધન થઇ ગયું. તેઓ 81 વર્ષના હતા. શીલા દીક્ષિત દિલ્હીમાંસૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. દીક્ષિતે 1998 થી 2013 સુધી દિલ્હીમા મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ તેમના ઘરે લાવવામાં આવ્યો છે. પરિવારનાં સભ્યોની સાથે સાથે કોંગ્રેસ નેતાઓ પણ સતત આવી રહ્યા છે. ભાજપ સહિત બીજી પાર્ટીનાં નેતા અને ગણમાન્ય વ્યક્તિ વ્યક્તિ તેમના અંતિમ દર્શ માટે પહોંચી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલી આપવા માટે તેમના ઘરે પહોંચ્યા.
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે નિધન થઇ ગયું. તેઓ 81 વર્ષના હતા. શીલા દીક્ષિત દિલ્હીમાંસૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. દીક્ષિતે 1998 થી 2013 સુધી દિલ્હીમા મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ તેમના ઘરે લાવવામાં આવ્યો છે. પરિવારનાં સભ્યોની સાથે સાથે કોંગ્રેસ નેતાઓ પણ સતત આવી રહ્યા છે. ભાજપ સહિત બીજી પાર્ટીનાં નેતા અને ગણમાન્ય વ્યક્તિ વ્યક્તિ તેમના અંતિમ દર્શ માટે પહોંચી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલી આપવા માટે તેમના ઘરે પહોંચ્યા.
રાજીવ ગાંધીને PM બનાવવામાં ચાણક્ય હતા શીલા દીક્ષિત, આવી હતી રણનીતિ
પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા. તેમણે શીલા દીક્ષિતના પાર્થિવ દેહ પર શ્રદ્ધા સુમન અર્પિત કર્યું. રવિવારે તેમનાં પાર્થિક દેહને કોંગ્રેસ મુખ્યમથક ખાતે રાખવામાં આવશે. જ્યાં તેમના અંતિમ દર્શન કોંગ્રેસી નેતાઓ કરશે અને પછી નિગમબોધ ઘાટ પર બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, કાલે થશે અંતિમ સંસ્કાર
દિલ્હીના પૂર્વ CMશીલા દીક્ષિતનું નિધન, PM થી માંડી પૂર્વ PMએ વ્યક્ત કર્યું દુખ
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના અંતિમ દર્શન માટે પહોંચ્યા. તેમણે અહીં શીલા દીક્ષિતના પાર્થિવ દેહ પર પુષ્પ અર્પિત કર્યા અને તેમના શોક સંતપ્ત પુત્ર સંદીપ દીક્ષિત અને તેની પત્નીને સાંત્વના પાઠવી હતી. ઓમ બિરલા ઉપરાંત કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા. શીલા દીક્ષિતનાં નિધનથી દિલ્હીમાં શોકની લહેર છે. તેમના સમર્થકોમાં પણ શોકનું મોજુ છે.