નવી દિલ્હી :સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે હાર્ટએટેકથી નિધન થયું. તેમના નિધન સાથે જ દિલ્હીએ એક વર્ષની અંદર પોતાના પૂર્વ ત્રણ મુખ્યમંત્રીઓને ગુમાવ્યા છે. સુષમા સ્વરાજ ઓક્ટોબર-ડિસેમ્બર, 1998 દરમિયાન સંક્ષિપ્ત સમય માટે દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. આ રીતે તેઓ સતત ત્રણવાર મુખ્યમંત્રી રહ્યા હતા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા શીલા દિક્ષીતનું જુલાઈમાં હાર્ટએટેકથી જ નિધન થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુષમા સ્વરાજ અને શીલા દિક્ષીતના નિધન એક મહિનાની અંદર જ થયા. ભાજપના વરિષ્ઠ નેતા મદનલાલ ખુરાના 1993-96 દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. તેમનુ નિધન ગત વર્ષે ઓક્ટોબરમાં થયું હતું.


Pics : ઈમરજન્સીથી રાજનીતિમાં પગ માંડનાર સુષમા સ્વરાજે ઓછી ઉંમરમાં મંત્રી બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો


દિલ્હીથી લોકસભા પહોંચ્યા હતા
સુષમા પહેલીવાર દિલ્હીના રસ્તે લોકસભા પહોંચ્યા હતા. પાર્ટીએ તેમને 1996ના લોકસભા ઈલેક્શનમાં પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમણે કોંગ્રેસ ઉમેદવાર કપિલ સિબ્બલને હરાવ્યા હતા. તેમણે 13 દિવસની વાજપેયી સરકારમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેના બાદ માર્ચ 1998માં લોકસભા ઈલેક્શનમાં પાર્ટીએ તેમને ફરેથી દક્ષિણી દિલ્હી સીટથી મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ કોંગ્રેસ ઉમેદવાર અજય માકનને હરાવીને બીજીવાર લોકસભા પહોંચ્યા હતા અને તેમને ફરી એકવાર સૂચના તેમજ પ્રસારણ મંત્રીની જવાબદાર સોંપવામા આવી હતી. આ સાથે જ દૂરસંચાર વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ જ વર્ષે તેમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 


સુષમા સ્વરાજના નિધનથી રૂપાણી સરકારની 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ મુલત્વી, ટ્વિટથી કરી જાહેરાત  


સુષમા સ્વરાજની રાજનીતિક સફર


  • 25 વર્ષની ઉંમરમાં મંત્રી બન્યા

  • 7 વાર સાંસદ

  • પહેલા મહિલા વિદેશ મંત્રી (ઈન્દિરા ગાંધી પીએમ હતા, ત્યારે તેમણે વિદેશ મંત્રાલય સંભાળ્યો હતો)

  • દિલ્હીના પહેલા મહિલા સીએમ


આર્ટિકલ 370 પર ટ્વિટ કરીને ગંદી રીતે ફસાઈ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ


અટલ યુગથી મોદી રાજ સુધી 


  • વાજપેયી સરકારમાં મંત્રી

  • મોદી સરકારમાં મંત્રી

  • 1996માં સૂચના-પ્રસારણ મંત્રી

  • 2014-19માં વિદેશમંત્રી