નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (coronavirus) ફેલાવાની ગતિ ભલે ધીમી પડી હોય, પરંતુ સંક્રમણનો આંકડો સતત વધી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને દરેક દિવસે નવો રેકોર્ડ બની રહ્યો છે. દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના એક હજારથી વધુ (1024) મામલા સામે આવ્યા છે, જે અત્યાર સુધી સુધી 24 કલાકમાં દિલ્હીમાં સામે આવેલો સૌથી મોટો આંકડો છે. આ સાથે રાજધાનીમાં કોરોના સંક્રમણનો આંક 16,281 પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન 231 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી દિલ્હીમાં કુલ 7495 લોકો કોરોનાને માત આપીને ઠીક થયા છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતના 13 મામલા સામે આવ્યા છે, જે સાથે કુલ મોતોનો આંકડો 316 પર પહોંચ્યો છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 8470 છે. 


અમિત શાહે કરી મુખ્યમંત્રીઓ સાથે વાત, શું લૉકડાઉન 5.0ની ચાલી રહી છે તૈયારી?


NDMC સ્ટાફ કોરોના પોઝિટિવ
નવી દિલ્હી નગરપાલિકા (એનડીએમસી)ના એક વરિષ્ઠ કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સેન્ટ્રલ દિલ્હીમાં સ્થિત પોતાની ઇમારને ગુરૂવારે બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુદી એનડીએમસીના સાત કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એનડીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, સંયુક્ત ડાયરેક્ટર સ્તરના એક ક્રમચારી સંક્રમિત થયા છે. ગઈકાલે અન્ય ત્રણ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નક્કી નિયમ પ્રમાણે તંત્ર સંપર્કની જાણકારી મેળવી રહ્યું છે. બિલ્ડિંગને બંધ કરી દેવામાં આવી છે અને સંક્રમણ મુક્ત કરવાનું કાર્ય જારી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર