નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે લગભગ કોઈ વિભાગ હશે જે તેનાથી અછૂતો રહ્યો હતો. આ ક્રમમાં શનિવારે નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી (એએનઆઈ)માં પણ કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે, એએનઆઈ કંટ્રોલ રૂમમાં કામ કરનાર એક વ્યક્તિને કોરોના વાયરસનું સંક્રમણ થયું છે. સંક્રણણની માહિતી મળ્યા બાદ ઓફિસને સેનેટાઇઝ કરવામાં આવી છે. આ સાથે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં 10 લોકોને આવવાના સમાચાર છે, જેને ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. 


લૉકડાઉન હટવાથી ભારતમાં ફાટી શકે છે 'કોરોના બોમ્બ', WHO નિષ્ણાંતની ચેતવણી  


મહત્વનું છે કે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. તેમાં દિલ્હીના ગ્રાફનો મોટો ભાગ છે. રાજધાની પણ આ મહામારીના સંકટમાં ધેરાઇ ગઈ છે. આફત વચ્ચે દિલ્હીમાં ટેસ્ટને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. દિલ્હીનો કોઈ એવો ખુણો બાકી નથી જે કન્ટેઈનમેન્ટ ઝોન ન હોય. સ્થિતિનો અંદાજ તેના પરથી લગાવી શકાય કે અહીં કેન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 163 થઈ ગઈ છે. રાજધાનીમા છેલ્લા 24 કલાકમાં 1359 કેસ સામે આવ્યા અને 22 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોના દર્દીઓની સંખ્યા વધીને  26,334 થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર