લૉકડાઉન હટવાથી ભારતમાં ફાટી શકે છે 'કોરોના બોમ્બ', WHO નિષ્ણાંતની ચેતવણી

રિયાને જેનેવામા કહ્યુ કે, ભારતના વિવિધ ભાગમાં મહામારીની અસર અલગ-અલગ છે અને શહેરો તથા ગ્રામીણ ક્ષેત્રની વચ્ચે તેમાં અંતર છે. દક્ષિણ એશિયામાં ન માત્ર ભારત પરંતુ ગીચ વસ્તીવાળા બીજા દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ મહામારીનું રૂપ વિસ્ફોટક થયું નથી.   

Updated By: Jun 6, 2020, 03:39 PM IST
લૉકડાઉન હટવાથી ભારતમાં ફાટી શકે છે 'કોરોના બોમ્બ', WHO નિષ્ણાંતની ચેતવણી

જેનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (World Health Organization) એક પ્રમુખ નિષ્ણાંતે ભારતને ચેતવણી આપતા કહ્યું કે, લૉકડાઉન હટવાથી ભારતમાં કોરોના વાયરસના મામલામાં ઉછાળ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઈને સ્થિતિ હજુ વિસ્ફોટક નથી, પરંતુ દેશમાં માર્ચમાં લાગૂ લૉકડાઉન હટાવવાની સાથે આ પ્રકારનું જોખમ બનેલું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્વાસ્થ્ય આપાત સ્થિતિ કાર્યક્રમના કાર્યકારી ડાયરેક્ટર મિશેલ રિયાને શુક્રવારે કહ્યુકે, ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા બમણી થવાના સમયનું સ્તર આ સમયે આશરે ત્રણ સપ્તાહ છે. 

મહામારીનું રૂપ વિસ્ફોટક નહીં
રિયાને જેનેવામા કહ્યુ કે, ભારતના વિવિધ ભાગમાં મહામારીની અસર અલગ-અલગ છે અને શહેરો તથા ગ્રામીણ ક્ષેત્રની વચ્ચે તેમાં અંતર છે. દક્ષિણ એશિયામાં ન માત્ર ભારત પરંતુ ગીચ વસ્તીવાળા બીજા દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ મહામારીનું રૂપ વિસ્ફોટક થયું નથી. પરંતુ તેમ થવાનો ખતરો હંમેશા યથાવત છે. 

લૉકડાઉને ભારતમાં રોકી સંક્રમણની ગતિ
રિયાને કહ્યુ કે, જ્યારે મહામારી શરૂ થાય છે અને સમુદાયો વચ્ચે પોતાની જગ્યા બનાવી લે છે તો તે કોઈપણ સમયે પોતાનો પ્રકોપ દેખાડી શકે છે, જેમ ઘણા સ્થાનો પર જોવા મળ્યું છે. ભારતમાં દેશવ્યાપી લૉકડાઉન જેવા પગલાંએ સંક્રમણ ફેલાવાની હતિને ઓછી રાખી છે પરંતુ ગતિવિધિઓ શરૂ થવાની સાથે મામલા વધવાનો ખતરો યથાવત છે. 

#JusticeForVinayaki: વિનાયકીની હત્યામાં તપાસ બની ઝડપી, બે અન્ય આરોપી શોધખોળ શરૂ

ગતિવિધિઓ શરૂ થવાથી સંક્રમણનો ખતરો વધ્યો
રિયાને કહ્યુ કે, ભારતમાં ભરવામાં આવેલા પગલાં ચોક્કસપણે સંક્રમણ ફેલાવાની ગતિ ઓછી કરવાની દિશામાં અસર થઈ છે અને અન્ય દેશોની જેમ ભારતમાં ગતિવિધિઓ શરૂ થવી, અવરજવર શરૂ થયા બાદ મહામારીના પ્રકોપનું જોખમ હંમેશા બનેલું છે. તેમણે કહ્યું કે, ભારતમાં મોટા સ્તર પર પલાયન, શહેરોની ગીચ વસ્તી તથા શ્રમિકોની પાસે દરરોજ કામ કરવા જવા સિવાય કોઈ વિકલ્પ નથી જેવા વિશિષ્ટ મુદ્દા પણ છે. 

ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ
ભારતે કોવિડ-19 મહામારીના મામલામાં ઇટાલીને પાછળ છોડી વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર શનિવારે દેશણાં સંક્રમણના એક દિવસમાં સર્વાધિક મામલા આવ્યા જેની સંખ્યા  9,887 રહી, તો 294 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ દેશમાં અત્યાર સુધી સંક્રમણના કુલ મામલાની સંખ્યા 2,36,657 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 6642 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર