નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં પોલીસને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (Khalistan Zindabad Force)ના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. દિલ્હી પોલીસ (Delhi Police)એ જણાવ્યું હતું કે આ બંનેની ઓળખ ઇંદરજીત સિંહ ગિલ અને જસપાલ સિંહના રૂપમાં કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનો આરોપ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાલિસ્તાન જિંદબાદ ફોર્સના આ શંકાસ્પદ સભ્યોએ પંજાબના મોગા જિલ્લાના કમિશ્નર કાર્યાલયના ધાબા પર સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાને કથિત રૂપથી 'ખાલિસ્તાન'નો ધ્વજ ફરકાવ્યો હતો અને પરિસરમાં તિરંગાને ફાડી દીધો હતો. 

SBI પાસેથી Home Loan લેનારાઓ માટે સારા સમાચાર, બેન્કએ શરૂ કરી નવી સુવિધા


પોલીસે સંદિગ્ધોને પકડવા માટે પાથરી જાળ
પોલીસ અધિકારીએ આગળ કહ્યું કે શનિવારે પોલીસને સૂચના મળી હતી કે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના બે સભ્ય 'વિદેશમાં હાજર પોતાના કમાન્ડરોના નિર્દેશ પર દેશ વિરોધી ગતિવિધિઓ કરવા માટે ' દિલ્હી આવી રહ્યા છે. આ સમાચાર મળ્યા બાદ જીટી કરનાલ રોડ પર એક મંદિર પાસે પુલિને તેને પકડવા માટે જાળ પાથરી હતી.


પોલીસ કમિશ્નર (સ્પેશિયલ સેલ) સંજીવ કુમાર યાદવે કહ્યું 'સાંજને લગભગ છ વાગે બે વ્યક્તિ શનિ મંદિર બસ સ્ટેન્ડ પાસે ઉભેલા જોવા મળ્યા હતા.અ પોલીસ જ્યારે તેમની પાસેપહોંચી તો તે સર્વિસ રોડ તરફ જવા લાગ્યા. પછી થોડા અંતર સુધી પીછો કર્યા બાદ તેમને પકડી લેવામાં આવ્યા.'


તમને જણાવી દઇએ કે પૂછપરછ દરમિયાન ખબર પડી કે ઇંદરજીત સિંહ ગિલ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. કેસ વિશે પંજાબ પોલીસને સૂચના આપવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube