નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલા તોફાનોમાં પોલીસે કરેલી તપાસમાં મહત્વના ખુલાસા થયા છે. દિલ્હી પોલીસના (Delhi Police) સૂત્રો પ્રમાણે, તોફાનો (Delhi Riots) માટે કોડ વર્ડ  (code word) બન્યા હતા. દિલ્હીમાં તોફોનો પહેલા ષડયંત્ર હેઠળ પ્લાનિંગ થયું હતું. તોફાનો પહેલા કોડવર્ડ બનાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે પ્રથમ કોડવર્ડ હતો- ઈદ પર નૈનીતાલ ચલો. તેનો અર્થ થતો હતો- રોડ બ્લોક કરવો. બીજો કોડ વર્ડ- ચાંદ રાત. તેનો અર્થ થતો હતો કે ચક્કા જામ પહેલાની રાત. એટલે કે દિલ્હી તોફાનો ત્રણ વાત પર હતા- પ્રોટેસ્ટ, રોડ બ્લોક અને તોફાનો. 


મહત્વનું છે કે દિલ્હી હિંસા મામલામાં તાહિર હુસૈન (Tahir Hussain)એ દિલ્હી પોલીસ (Delhi Police)ની સામે હિંસાના માસ્ટરમાઇન્ડ હોવાની વાત કબુલી છે. તાહિર હુસૈન પ્રમાણે, તેણે દિલ્હી હિંસામાં માસ્ટરમાઇન્ડની ભૂમિકા ભજવી હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube