નવી દિલ્હી: આજે મંગળવારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચ (Crime Branch) દિલ્હી રમખાણો (Delhi Riots)ના માસ્ટરમાઇન્ડ તાહિર હુસૈન અને તેના ભાઇ શાહ આલમ સહિત 15 લોકો વિરૂદ્ધ કડકડડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી રમખાણો વખતે તાહિર હુસૈનના ઘરેથી પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. તાહિર હુસૈન આદમી પાર્ટી (AAP)ના પૂર્વ પાર્ષદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમ બ્રાંચની ટીમ 10:30 પાનાની ચાર્જશીટ લઇને કડકડડૂમા કોર્ટ પહોંચી ચૂકી છે. આ કેસમા6 70 સાક્ષી છે. ચાર્જશીટ અનુસાર તાહિર હુસૈન જ પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાનો માસ્ટર માઇન્ડ છે, તેણે રમખાણો શરૂ કરાવ્યા હતા. પૂર્વી દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે તાહિર હુસૈનએ ફંડિંગ હતા. હિંસા ફેલાવવામાં 1 કરોડ 30 લાખથી વધુ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. ચાર્જશીટમાં રમખાણો ફેલાવવા માટે તાહિરના ભાઇ શાહ આલમને પણ આરોપ બનાવવામાં આવ્યો છે. 


પૂર્વી દિલ્હીમાં હિંસાના સમયે તાહિર હુસૈન પોતાના ચાંદ બાગવાળા ઘરે હાજર હતો. રમખાણો પહેલાં તાહિર હુસૈનએ CAA અને NRCના પ્રદર્શનકારીઓ સાથે મીટિંગની હતી. ત્યારબાદ આ જામિયામાં મીટિંગની હતી. જોકે આ મામલે ઉમર ખાલિદને આરોપી બનાવવામાં આવ્યો નથી. ક્રાઇમ બ્રાંચ તાહિર હુસૈન સહિત 15 લોકો વિરૂદ્ધ પૂર્વી દિલ્હીના ચાંદ બાગમાં રમખાણો ફેલાવવાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરશે. 


તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચની બીજી ચાર્જશીટ જાફરાબાદમાં થયેલી હિંસા મામલે પાંજરૂ તોડી ગ્રુપની મહિલાઓ વિરૂદ્ધ દાખલ કરશે. પાંજરૂ તોડી મહિલાઓને આરોપી બનાવવા માટે સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube