JUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ
2016માં જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)માં થયેલા દેશ વિરોધી નારા મામલે દિલ્હી પોલીસે સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસની તરફથી 11 આરોપીઓ વિરૂદ્ધ 1200 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
હિતેન વિથલાની, નવી દિલ્હી: 2016માં જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)માં થયેલા દેશ વિરોધી નારા મામલે દિલ્હી પોલીસે સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસની તરફથી 11 આરોપીઓ વિરૂદ્ધ 1200 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર મંગળવારે (15 જાન્યુઆરી) સુનાવણી કરવામાં આવી શકે છે.
વધુમાં વાચો: પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ, એક ડઝન ટેન્ટ બળીને ખાખ
પોલીસે ભારતીય દંડ કોડ (IPC)ની ધારા 124એ, 323, 465, 471, 143, 149, 147, 120બી અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય, આકિબ હુસેન, મુજીબ હુસેન, મુનીબ હુસેન, ઉમર ગુલ, રાયા રસુલ, બશીર ભટ્ટ સહીત અન્ય લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે.
વધુમાં વાચો: અપના દળ સાથે મળીને AAP લડશે UP ચૂંટણી, વારાણસીમાં નહી લડે કેજરીવાલ
ત્યારે ચાર્જશીટ દાખલ કર્યા પહેલા કન્હૈયા કુમારે કહ્યું કે, જો આ સમાચાર સાચા છે તો આ મામલે ચાર્જશીટ દાખલ થઇ રહી છે તો હું પોલીસ અને મોદીજીનો આભાર વ્યક્ત કરવા માગુ છું. આ મામલે 3 વર્ષ પછી અને ચૂંટણી પહેલા ચાર્જશીટ દાખલ થવી તે દર્શાવે છે કે આ રાજકીય પ્રેરિત છે. મને દેશની અદાલત પર વિશ્વાસ છે.
વધુમાં વાચો: અખિલ-માયા સાથે તેજસ્વી યાદવની મુલાકાત, કહ્યું ગઠબંધનથી લાલુ યાદવ ખુશ
આ મામલે હું જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય છાત્રાસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહીત અને લોકો પર આરોપ મુકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે 11માં 10 આરોપી છે. જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી તરીકે ડી રાજાની પુત્રી અપરાજિતાનું પણ નામ તેમાં સામેલ છે. તેમાં શેહલા રાશિદનું પણ નામ છે.
વધુમાં વાચો: વિધાનસભા ઉપાધ્યના વાહનને ટ્રોલાએ મારી ટક્કર, નક્સલી હૂમલાની આશંકા
9 ફેબ્રુઆરી 2016 ના કથિત રીતે જેએનયુ હું દેશ વિરોધી નાર લાગવવામાં આવ્યા હતા. આ પહેલા દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે બુધવારે તેની જાણકારી આપી હતી. કન્હૈયા, ઉમર ખાલિદ અને અનિર્બાનને જેએનયુ પરિસરમાં કથિત રીતથી સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરૂને ફાસી પર લટકાવાના વિરોધમાં કથિત રીતથી કાર્યક્રમ કરવા માટે 2016માં દેશદ્રોહના મામલે ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં વાચો: 26/11નો કાવત્રાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે: સુત્ર
તેમની ધરપકડથી મોટો વિવાદ ઉભો થયો હતો. વિપક્ષે પોલીસ પર સત્તારૂઝ ભાજપના ઇશારા પર કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. પટનાયકે કહ્યું કે, મામલો અંતિમ ચરણમાં છે. તેની તપાસ જટિલ હતી, કેમકે પોલીસ ટીમોને નિવેદન લેવા માટે અન્ય રાજ્યોમાં જવું પડ્યું હતું.
વધુમાં વાચો: VIDEO ડોક્ટર નર્સને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને કરી લીધુ ચુંબન, હવે ફસાયા
જેએનયુના આ વિવાદસ્પદ કાર્યક્રમથી લોકોમાં નારાજગી ઉદ્ભવી હતી. આરોપ લાગ્યા હતા કે કાર્યક્રમ દરમિયાન કથિત રીતથી દેશ વિરોધી નારા લગવાવામાં આવી રહ્યા હતા. જોકે વિપક્ષના કોઇપણ નેતાએ જેએનયુના આરોપી છાત્રાઓનો પક્ષ લીધો ન હતો. એમાંથી કેટલાક મોટા નેતાઓ તેમના સમર્થનમાં જેએનયુ પણ પહોંચ્યા હતા.