Jahangirpuri Violence: દિલ્હી પોલીસ જહાંગીરપુરી હિંસા કેસમાં ષડયંત્રના મામલે તપાસ કરી રહી છે. પોલીસ હિંસાના મુખ્ય આરોપી મોહમ્મદ અંસારની આખી કુંડળી તપાસી રહી છે. અંસાર કયા-કયા ગેરકાયદેસ ધંધામાં સામેલ હતો તે અંગે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આરોપી અંસાર સટ્ટાબાજી, ગેરકાયદે દારૂથી લઇને ડ્રગ્સના કારોબારમાં સામેલ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જહાંગીરપુરી હિંસાનો આરોપી અંસાર ગેરકાયેદ કમાણીનું ક્યાં રોકાણ કરી રહ્યો હતો તે અંગે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અંસાર પ્રોપર્ટીમાં ગેરકાયદે કમાણીનું રોકાણ કરતો હતો. શું હિંસાનું પહેલાથી ષડયંત્ર રચવામાં આવ્યું હતું? આ ઉપરાંત અંસાર સાથે કેટલા લોકો કામ કરતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


દિલ્હી પોલીસ હિંસા પહેલા અંસાર દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં કોણ કોણ સામેલ હતું તે અંગે પણ તપાસ કરી રહી છે. જો કે, પોલીસ આ મામલે ઇલેક્ટ્રોનિક પુરાવા ભેગા કરી રહી છે. દિલ્હી પોલીસને આ મામલે એક ફેક ફેસબુક એકાઉન્ટની પણ જાણકારી મળી છે. જો કે, આ એકાઉન્ટનું કનેક્શન અંસાર સાથે છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.


વિપક્ષ પર અમિત શાહે સાધ્યું નિશાન, કહ્યું- RDJ ના રાજને ભૂલશે નહીં બિહાર


તમને જણાવી દઈએ કે, ઈડીએ અંસાર વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો પણ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસે તપાસ માટે ઇડીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ ઇડી હવે અંસારની પ્રોપર્ટીની તપાસ કરશે અને આવકનો સોર્સ વિશે પુરાવા ભેગા કરી રહી છે. તો બીજી તરફ સોનું ઉર્ફે યુનુસ પણ હિંસામાં સામેલ હોવાનું કહી રહ્યા છે. હિંસાના બીજા દિવસે એટલે કે રવિવારના સોનુંનો વીડિયો વાયરલ થયો હતો.


જો કે, સોનુંનો વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ સોનું ઉર્ફે યુનુસની શોધ કરી રહી હતી. દિલ્હી પોલીસે સોનુંની તેના ઘરથી થોડા અંદર દરૂથી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જે સમયે સોનુંની ધરપકડ કરવામાં આવી ત્યારે તે કોઈની પાસેથી પૈસા લઈ રહ્યો હતો. સોનુંના 7 ભાઈ છે. સોનુંના ત્રણ ભાઈ વિરૂદ્ધ પહેલાથી પોલીસ કેસ નોંધાયેલા છે. સોનુંના ભાઈ હુસેન સામે લગભગ 40 કેસ છે. સોનુંના બીજો ભાઈ છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ છે.


જાણો પ્રિયંકા ચોપડાએ કોના નામ પર રાખ્યું પુત્રીનું નામ, એકદમ ખાસ છે તેનો અર્થ


9 એપ્રિલના રોજ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. જેમાં એક સ્થાનિક વ્યક્તિ અને 8 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. અથડામણ દરમિયાન પથ્થરમારો અને ગાડીઓને આગચંપી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે અંસાર સહિત કેટલાક લોકોની ધરપકડ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube