Amit Shah in Bihar: વિપક્ષ પર અમિત શાહે સાધ્યું નિશાન, કહ્યું- RDJ ના રાજને ભૂલશે નહીં બિહાર

Amit Shah in Bihar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસ પર જગદીશપુર પહોંચ્યા છે. તે કુંવર સિંહ વિજયોત્સવમાં મુખ્ય મહેમાન બનીને સામેલ થયા છે.

Amit Shah in Bihar: વિપક્ષ પર અમિત શાહે સાધ્યું નિશાન, કહ્યું- RDJ ના રાજને ભૂલશે નહીં બિહાર

Amit Shah in Bihar: ભારતી જનતા પાર્ટીના સીનિયર નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસે છે. આ પ્રાવસ દરમિયાન તેઓ બિહારના આરામાં કુંવર સિંહ વિજયોત્સવમાં સામેલ થયા છે. જગદીશપુર કિલ્લા પર તેઓ પુષ્પાંજલી અર્પણ કરવા પહોંચ્યા હતા. જગદીશપુરમાં વિજયોત્સવ કાર્યક્રમમાં અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા. વિપક્ષ પર તેમણે નિશાન સાધતા કહ્યું કે, બિહારના લોકો RJD ના રાજને ક્યારે ભૂલી શકશે નહીં.

'આવો કાર્યક્રમ મારા જીવનમાં ક્યારે નથી જોયો'
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે જ્યારે મને બિહાર યુનિટ અને નિત્યાનંદ રાયજીએ સમય માંગ્યો ત્યારે મને આ આશા ન હતી. તેમણે કહ્યું- હજારો લાખો લોકો ધ્વજ લઇને આ ભૂમિ પર રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરશે. તેમણે કહ્યું- હું ઘણા બધા કાર્યક્રમ અને રેલીઓમાં ગયો છું, પરંતુ રાષ્ટ્રભક્તિની ભાવના આજે જે અહીંયા જોવા મળી રહી છે. હું આજે તે જોઈને ખરેખરમાં નિશબ્દ છું. મેં મારા જીવનમાં આવો કાર્યક્રમ ક્યારે જોયો નથી.

વિપક્ષ પર સાધ્યું નિશાન
ગૃહમંત્રીએ કહ્યું- આજે આપણે બધા અહીં બાબુ વીર કુંવર સિંહને શ્રદ્ધાજલિ અર્પણ કરવા આવ્યા છીએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીએ આઝાદીના 75 માં વર્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બિહારે અગાઉની સરકારોને પણ જોઈ છે. બિહારના લોકો RJD ના રાજને ક્યારે ભૂલી શકશે નહીં.

ગૃહમંત્રીનું સ્વાગત તલવાર આપી કરવામાં આવ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમને ભેટમાં તલવાર આપવામાં આવી અને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ તલવાર હાથમાં લઇ લોકોને શુભેચ્છા પાઠવી હતી. જો કે, આ દરમિયાન ગુલાબના ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news