નવી દિલ્હી: નિઝામુદ્દીન મરકઝના કાર્યક્રમમાં પહોચેલા વિદેશી જમાતીયોના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આજે મંગળવારના 20 દેશોના 82 વિદેશી તબલીગી જમાતીયોની સામે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ખરેખરમાં તબલીગી જમાત (Tablighi Jamaat)ના આ વિદેશી જમાતીયો પર વીઝા નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. આ વિદેશી જમાતી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા પરંતુ નિઝામુદ્દીન મરકઝમાં ચાલી રહેલી ધાર્મિક ગતિવિધિયોમાં સામેલ થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રક્ષા મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક, ચીનના મુદ્દા પર વાતચીત


દિલ્હી પોલીસે આ 82 વિદેશી તબલીગી જમાતીયોની સામે ત્રણ અલગ અળગ કલમોમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સામે સેક્શન 14 ફોરેન એક્ટ અને એપીડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી છે.


દિલ્હી પોલીસે તમામ વિદેશી જમાતીયોની પૂછપરછ કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે, તેઓ નિઝામુદ્દીન મરકઝના મોલાના મોહમ્મદ સાદના કહેવા પર 20 માર્ચ બાદ પણ રોકાયા હતા.


આ પણ વાંચો:- Coronavirus: પરિસ્થિતિ વધુ બની કફોડી! દુનિયામાં મૃત્યુઆંક 3.5 લાખની નજીક


હાલ તમામ વિદેશી જમાતીયોને ક્વોરન્ટાઇન પીરિયડ પુરો થઈ ગયો છે. આ તમામને અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યા છે.


આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે નિઝામુદ્દીન મરકઝથી જોડાયેલા મોલાના સાદના 5 સાથીઓના પાસપોર્ટ જપ્ત કર્યા છે. આ પાંચ નામાંકિત આરોપી છે અને મોલાના સાદના નજીકી પણ છે. જ્યાં સુધી આ મામલે તપાસ થઈ રહી છે. ત્યાં સુધી તેમાંથી કોઈપણ આરોપી દેશની બહાર જઈ શકશે નહીં.


આ પણ વાંચો:- Coronavirus: હવે વીમા પ્રીમિયમ માટે ચૂકવવા પડશે વધુ પૈસા, જાણો શું છે કારણ


ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, તબલીગી જમાતમાં મોલાના સાદ ઉપરાંત આ પાંચ આરોપીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મરકઝથી જોડાયેલા કોઈપણ નિર્ણય હોય, મોલાના સાદ આ લોકોને તેમાં સામેલ કરતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube