રક્ષા મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક, ચીનના મુદ્દા પર વાતચીત

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ મંગળવારના ત્રણેય સેનાઓના પ્રમુખ સાથે બેઠક કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં ચીનના મુદ્દા પર વાતચીત થઈ. બેઠકમાં CDS જનરલ બિપિન રાવત પણ હાજર હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક, ચીનના મુદ્દા પર વાતચીત

નવી દિલ્હી: ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ મંગળવારના ત્રણેય સેનાઓના પ્રમુખ સાથે બેઠક કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં ચીનના મુદ્દા પર વાતચીત થઈ. બેઠકમાં CDS જનરલ બિપિન રાવત પણ હાજર હતા.

લદ્દાખમાં ભારત-ચીનની વચ્ચે તણાવ
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક વાટાઘાટો થઈ ચુકી છે. પરંતુ બંને તરફથી સૈન્યની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. જો કે રાહતની વાત એ છે કે, લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર હજી સુધી બીજી કોઈ ઘટના બની નથી. આ રેન્જ 4056 કિલોમીટર લાંબી છે. 22 મેના રોજ, ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવણે પણ લેહ જઈ પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. તે સ્પષ્ટ છે કે પરિસ્થિતિ 2017 માં સિક્કિમ સરહદ પર 73-દિવસ ચાલેલા ડોકલામ તણાવ કરતાં ઓછી ગંભીર નથી. અહેવાલો અનુસાર, ગલવાન નદી અને પેંગાંગ તળાવની બંને બાજુ હજારો સૈનિકો એક બીજાની સામે સ્થિર છે.

ગલવાન ખીણમાં વધી ચીનના સૈનિકોની સંખ્યા
ગલવાન ખીણમાં, ચીન મોટી સંખ્યામાં તેની બોર્ડર ડિફેન્સ રેજિમેન્ટના સૈનિકોને આગળ લાવ્યું છે. તેમની સાથે, સૈનિકોની નિવાસસ્થાન બનાવવા માટે ભારે ઉપકરણો પણ આગળ લાવવામાં આવ્યા છે. ઘણી સેટેલાઈટ તસવીરોમાં, ચીની આર્મીની ટેકી અને ગાડીઓ સ્પષ્ટ દેખાય છે. ગલવાન નદી કારાકોરમ પર્વતમાંથી વહે છે અને અક્સાઇ ચીનના મેદાનોથી થઈને વહે છે, જેના પર ચીને 1950 ના દાયકામાં ગેરકાયદેસર રીતે કબજે કરી હતી. ચીને સૌ પ્રથમ માન્યું હતું કે તેનો વિસ્તાર નદીની પૂર્વ તરફ જ છે, પરંતુ 1960 થી તેણે આ દાવો નદીની પશ્ચિમ તરફ લંબાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news