નવી દિલ્હી: નાગરિકાતા સંશોધન એક્ટ (CAA) વિરૂદ્ધ રાજધાનીના દરિયાગંજ વિસ્તારમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર એક કારને આગ લગાવી દીધી. પ્રદર્શનકારીને દૂર કરવામ આટે પોલીસબળને પાણીના ફૂવારાનો ઉપયોગ કરવો પડ્યો હતો. બબાલ બાદ દરિયાગંજમાં મોટે સંખ્યામાં પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા પણ ઇન્ડીયા ગેટ પર પ્રદર્શનકારીઓને સમર્થન આપવા પહોંચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેત્રી પ્રિયંકાએ કહ્યું કે ''હું પ્રદર્શનકારીની સાથે છું. નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી ગરીબોના વિરૂદ્ધ છે. ગરીબ તેનાથી વધુ પ્રભાવિત થશે. મજૂર નાગરિકતા માટે દસ્તાવેજ ક્યાંથી લાવશે? તો બીજી તરફ તેમણે કહ્યું કે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થવું જોઇએ.


દિલ્હીમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ નાગરિતા એક્ટ્ના વિરોધમાં આજે ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કર્યું હતું. પોલીસે તમામ કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે. દિલ્હીમાં પ્રદર્શનને જોતા ડ્રોન કેમેરા વડે નજર રાખી રહી છે. નોર્થ ઇસ્ટ દિલ્હીના 14 પોલીસ મથકોમાંથી 12માં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. હૈદ્વાબાદમાં નાગરિકતા એક્ટ વિરૂદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ચારમીનારની પાસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનમાં સામેલ લોકોએ સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી અને નાગરિકતા એક્ટ પરત લેવાની માંગ કરી છે. 


પોલીસ સ્ટેશન બહાર ઉભેલી કારને લગાવી આગ
દિલ્હી સ્થિત જામા મસ્જિદ પર શુક્રવારની નમાજ બાદ ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારબાદ ઘણા સ્થળો પર પ્રતિબંધ હોવાછતાં ભીડ એકઠી થઇ અને પ્રદર્શન કર્યું હતું. કેટલીક મહિલા પ્રદર્શનકારીઓને પણ પ્રદર્શનમાં જોવા મળી. આ ભીડે શાંતિપૂર્ણ માર્ચ કાઢવાના નામે દિલ્હી ગેટ અને દરિયાગંજ વિસ્તારમાં હોબાળો મચાવ્યો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ડીસીપી પોલીસ મથક બહાર ઉભેલી કારને આગ લગાવી દીધી. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube