બિહાર (Bihar) માં ચૂંટણી પરિણામ આવ્યા બાદ હવે સત્તા માટે જોડ તોડના પ્રયત્નો શરૂ થઈ ગયા છે અને મહાગઠબંધન પણ રાજ્યમાં સત્તા મેળવવા માટે રણનીતિ બનાવવામાં લાગી ગયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહાગઠબંધન તરફથી કોંગ્રેસ જીતનરામ માંઝી અને મુકેશ સાહનીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહી છે. આ માટે કોંગ્રેસે માંઝીને સીએમ કે પછી સ્પીકર અને મુકેશ સાહનીને ડેપ્યુટી સીએમની સાથે મંત્રી પદની ઓફર કરી છે.