નવી દિલ્હી : પ્રદૂષિત થઇ રહેલી દેશની રાજધાની માટે સારા સમાચાર છે. વાહનોના ધૂમાડાથી ફેલાતા ઝેરી વાયુથી જીવવું દુષ્કર થઇ જતાં એક તબક્કે દિલ્હીમાં રસ્તા પર ફરતા વાહનોની સંખ્યા ઘટાડવા માટે એકી બેકી નંબર યોજના પણ શરૂ કરાઇ હતી. આ સંજોગોમાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે શરૂ થવાથી દિલ્હીવાસીઓ માટે રાહત થવા પામી છે. આ એક્સપ્રેસ વે શરૂ થતાં જ પ્રથમ દિવસે 50 હજારથી વધુ ભારે ટ્રકોને દિલ્હીમાં પ્રવેશતી અટકી હતી. જેને પગલે પહેલા દિવસે જ પ્રદુષણ આંકમાં ઘટાડો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં પ્રદૂષિત નદી ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતમાં પાંચમા સ્થાને, સાબરમતીની સ્થિતિ શરમજનક


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (EPE)નું ઉદઘાટન કર્યું. જે સાથે જ સાંજે જનતા માટે બ્રીજ ખુલ્લો મુકાયો. જેનો ફાયદો એ થયો કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પહેલા દિવસે જ 50 હજારથી વધુ ટ્રક શહેરમાં ન આવી. આ ટ્રકોને પોલીસે એક્સપ્રેસ વે તરફ ડાયવર્ટ કરી. આ ટ્રક દિલ્હીના પૂર્વી સરહદેથી પ્રવેસ કરતી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આટલા મોટા જથ્થામાં ભારે વાહનો દિલ્હીમાં ન આવવાથી પ્રદુષણ સ્તરમાં ઘણો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ રસ્તા પર વાહનોની ભીડ પણ ઓછી થઇ રહી છે. એક અંદાજ અનુસાર દિલ્હીમાં રોજ દોઢ લાખથી વધુ ભારે વાહનો આવે છે. જેમાં ટ્રકોની સંખ્યા 50 હજાર કરતાં પણ વધુ છે. 


પ્રદુષણ માટે મોટા વાહન જવાબદાર
2016માં સેન્ટર ફોર સાયન્સ (CSE) દ્વારા કરાયેલા એક સર્વેમાં કહેવાયું હતું કે, દિલ્હીમાં 30 ટકા પ્રદુષણ માટે ભારે વાહનો જવાબદાર છે. જેમાં ખાસ કરીને મોટી ટ્રકો છે. ટ્રાફિક પોલીસે દિલ્હીથી ઇપીઇને જોડનાર આઠ બોર્ડર પોસ્ટ પર અંદાજે 50 પોલીસ કર્મીઓ ગોઠવી દીધા છે જે કોઇ પણ ભારે ટ્રકને દિલ્હીમાં આવતાં રોકી રહી છે. એમને તાકીદ કરવામાં આવી છે કે યૂપી અને હરિયાણા પોલીસ સાથે તાલમેલ ગોઠવી ટ્રકોને દિલ્હીમાં આવતી રોકે


ભરૂચના GNFCમાં અત્યંત જોખમી ફોકઝીન ગેસ થયો લીક, 37 લોકોને અસર 


પડકારરૂપ કામગીરી
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર પોલીસનું કહેવું છે કે  ટ્રકોને ઇપીઇ પર ડાયવર્ટ કરવી એ મોટો પડકાર છે. કારણ કે તે પહેલેથી જ ઓવરલોડ હોય છે. ટ્રકવાળા એક્સપ્રેસ વે પર એટલા માટે જતા નથી કારણ કે એમને ડર હોય છે કે એમના વધુ વજનની પોલ અહીં પકડાઇ ન જાય. એક્સપ્રેસ વે પર વજન માપનાર બ્રીજ બનાવાયો છે. જે બાજુમાંથી પસાર થતા ટ્રકનું વજન માપી લે છે અને ઓવરલોડ હોવાને કારણે દંડ ભરવો પડે છે. ઓવરલોડિંગ ટ્રકને અલગ લેનમાં કરવામાં આવે છે કે જેથી એમની પાસેથી દંડ વસુલ કરી શકાય. પોલીસનું સૂચન છે કે દિલ્હીમાં પણ વજન માપનારા બ્રીજ બનાવવા જોઇએ. 


દેશના વધુ ન્યૂઝ જાણો...