નવી દિલ્હી: આ અમે નથી કહી રહ્યા, જોકે પોલીસે જામિયામાં થયેલી હિંસા (Jamia Violence) બાદ જે બે FIR નોંધવામાં આવી છે તેમાં બંને પાર્ટીઓના લોકોના નામ છે. દિલ્હી પોલીસે જામિયા હિંસા મામલે જામિયા પોલીસે હિંસા મામલે જામિયા પોલીસ સ્ટેશન અને ન્યૂ ફ્રેંડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નામજદ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાન અને આમ આદમી પાર્ટીની જામિયા યુનિવર્સિટી વિદ્યાર્થી વિંગના નેતા કાસિમ ઉસ્માની સહિત 7 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રમખાણોમાં 31 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે. તેના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેના લીધે આ સવાલ ઉઠી રહ્યા છે કે આ હિંસા પાછળ દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા સામેલ છે. પોલીસે જે કેદ દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે વાત કરીએ મંગળવારે ઉત્તર પૂર્વી દિલ્હીના સીલમપુર-જાફરાબાદમાં થયેલા રમખાણોની. CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ સીલમપુર-જાફરાબાદમાં બસોમાં તોડફોડ કરી. પોલીસ અને સામાન્ય લોકો પર પથ્થરમારો કર્યો. આ રમખાણોમાં 21 લોકો ઘાયલ થયા હતા જેમાં 15 પોલીસકર્મી હતા. પોલીસે આ હુમલા બાદ બે કેસ દાખલ કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સીલમપુર-જાફરાબાદ હિંસાની તપાસ કરી છે તેમાં પણ પ્રાથમિક તપાસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામ સામે આવ્યા છે. 


પોલીસે જણાવ્યું કે સીલમપુરમાં જે રેલી નિકળી હતી તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મતીન અહમદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાઝી ઇશરાકના નેતૃત્વમાં નિકળી રહી હતી. સાથે જ આ પ્રદર્શન્માં સ્થાનિક કાઉન્સલર અબ્દુલ રહમાન પણ સામેલ હતા. બધા લોકોએ CAA વિરોધમાં ભાષણ આપ્યું, આ પ્રદર્શનના કારણે ત્યાં પહેલા જામ થઇ ગયું હતું, પોલીસે તેમને દૂર થવા માટે કહ્યું અને થોડીવાર પછી ત્યાં પથ્થરમારો શરૂ થઇ ગયો.


સીલમપુર હિંસામાં LIU અધિકારીઓની તપાસ અનુસાર કાલે જે પ્રદર્શન શરૂ થયું તે પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મતીન અહમદના નેતૃત્વમાં ચૌહાણ બાંગલ ગલી નંબર 14થી નિકળી રહી હતી જે 1:20 મિનિટે શરૂ થઇ. જ્યારે ભીડની શરૂઆત મરકજી ચોક ઝાફરાબાદથી શરૂ થઇ. જ્યારે ભીડ 200ની આસપાસ હતી તો પોલીસની લોકલ ઇંટેલીજેંસ એટલે LIU બંને જગ્યાએ નજર રાખી રહ્યા હતા.  


ત્યારબાદ મરકજીની ભીડ મૌજપુરથી જાફરાબાદ મેટ્રો સ્ટેશન પહોંચી ગઇ. ત્યારબા ભીડ સતત વધી ગઇ. જાફરાબાદ મેટ્રો સ્ટેશન બાદ ભીડ સીલમપુર ટી-પોઇન્ટ સુધી પહોંચી ગઇ. ત્યાં બેરીકેડ લગાવીને પોલીસે તેમને અટકાવી દીધા. તે સમયે મતીનની રેલી બ્રહ્મપુરીથી શરૂ થઇ ચુકી હતી અને તે રેલી સીલમપુર માર્કેટ સુધી પહોંચી ગઇ પરંતુ તે રેલી માર્કેટથી ફળ બજાર જતી રહી. 


ત્યારે આમ આદમી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય હાજી ઇશરાક સીલમપુર ટી-પોઇન્ટ પહોંચી ગઇ. ત્યારબાદ થોડીવારમાં સ્થાનિક કાઉન્સલ અબ્દુલ રહમાન પણ સીલમપુર ટી-પોઇન્ટ પર ધારાસભ્ય પાસે પહોંચી ગઇ. ત્યાં બંનેએ ભીડ સાથે વાત કરી અને ભાષણ આપવાનું શરૂ કરી દીધું. ત્યારે પોલીસે તેમને ત્યાંથી દૂર કરવાનું શરૂ કરી દીધું કારણ કે જામ થઇ રહ્યો હતો. ત્યારે ધારાસભ્યના ગયા બાદ 10 મિનિટ બાદ નાસભાગ મચી પથ્થરમારો શરૂ થઇ ગયો અને પથ્થરમારાની થોડી મિનિટે પહેલાં સ્થાનિક કાઉન્સલર પણ ઘટનાસ્થળેથી નિકળી ગયા.


પકડાઇ ગયેલા 6 લોકોની ભૂમિકાની તપાસ ચાલુ છે. સૂત્રોના અનુસાર પકડાઇ ગયેલા લોકો લોકલ નેતાઓના કહેવામાં આવી ગયા. પોલીસનું કહેવું છે કે તેમની પહેલી પ્રાથમિકતા વિસ્તારમાં શાંતિ સ્થાપવાની હતી. તપાસ બાદ એફઆઇઆરમાં અને નામ જોડાઇ શકે છે. 


એટલે કે દિલ્હીમાં બ એ જગ્યાએ હિંસામાં શરૂઆતી તપાસમાં પોલીસને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોના સામેલ થવાના સબૂત મળ્યા છે. હવે આ તપાસ બાદ જ ખબર પડશે કે ખરેખરમાં શું રમખાણો પાછળ બંને પાર્ટીના લોકો સામેલ છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube