દિલ્હીઃ રોહિણીમાં મહિલા સબ ઇન્સપેક્ટરની હત્યા, થોડા સમય બાદ આરોપીએ કરી આત્મહત્યા
દિલ્હીના રોહિણી વિસ્તારમાં મહિલા સબ ઇન્સપેક્ટરની શુક્રવારે રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આરોપી પીએસઆઈ દીપાંશુએ પણ આત્મહત્યા કરી લીધી છે. કરનાલની પાસે એક ગાડીમાં દીપાંશુની લાશ મળી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી વિસ્તારમાં મહિલા સબ ઇન્સપેક્ટરની શુક્રવારે મોડી રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાનો આરોપ પીએસઆઈ દીપાંશુ પર હતો. તેણે પણ આત્મહત્યા કરી લીધી છે. કરનાલની પાસે એક ગાડીમાં દીપાંશુની લાશ મળી છે. આરોપીએ તે પિસ્તોલથી ખુદને ગોળી મારી છે, જે પિસ્તોલથી મહિલા પીએસઆઈને ગોળી મારી હતી.
પોલીસ પ્રમાણે, મહિલા સબ ઇન્સપેક્ટર પ્રીતિ અહલાવત અને દીપાંશુ 2018માં દિલ્હી પોલીસમાં જોડાયા હતા. બંન્ને બેચમેટ હતા. હજુ પોલીસ તે તપાસ કરી રહી છે કે આખરે ક્યા કારણે દીપાંશુએ પ્રીતિને ગોળી મારી.
હકીકતમાં, રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં શુક્રવારની રાત્રે આશરે 9.30 કલાકે મહિલા સબ ઇન્સપેક્ટર પ્રીતિ અહલાવતની એક વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પ્રીતિ પૂર્વી દિલ્હીના પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તૈનાત હતી. રાતના સમયે તે પોતાની ડ્યૂટી પૂરી કર્યાં બાદ મેટ્રોથી પૂર્વી રોહિણી મેટ્રો સ્ટેશન પહોંચી હતી અને પછી ચાલીને પોતાના ઘરે જવા નિકળી હતી.
મતદાન શરૂ થતાં જ અરવિંદ કેજરીવાલનું વિવાદિત ટ્વીટ, મહિલાઓ થઈ ગુસ્સે
આરોપીએ કર્યું હતું 3 રાઉન્ડ ફાયરિંગ
પ્રીતિ માંડ 50 મીટર દૂર ગઈ હતી, ત્યારે પાછળથી એક યુવક આવ્યો અને તેણે આશરે પ્રીતિ પર ત્રણ રાઉન્ડ ગોળી ચલાવી દીધી હતી. પ્રીતિને બે ગોળી વાગી, જ્યારે એક ગોળી બાજીમાંથી પસાર થઈ રહેલી કારના કાચમાં વાગી હતી. પ્રીતિને એક ગોળી માથામાં વાગી હતી. ત્યારબાદ પ્રીતિ પડી ગઈ અને ઘટનાસ્થળે તેનું મોત થયું હતું.
ત્યારબાદ હુમલો કરનાર ભાગી ગયો હતો. ઘટના સ્થળ પરથી કોઈએ પોલીસને 112 પર કોલ કરીને જાણકારી આપી હતી. પોલીસે જ્યારે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે મૃત્યુ પામનાર મહિલા સબ-ઇન્સ્પેક્ટર છે. ઘટનાસ્થળ પર ફોરેન્સિક સાયન્સની ટીમને બોલાવવામાં આવી હતી. ફોરેન્સિકની ટીમે ત્યાંથી પૂરાવાઓ એકત્રીત કર્યાં છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube