મતદાન શરૂ થતાં જ અરવિંદ કેજરીવાલનું વિવાદિત ટ્વીટ, મહિલાઓ થઈ ગુસ્સે
કેજરીવાલના ટ્વીટ બાદ મોટી સંખ્યામાં મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે, જેમાં મોટા ભાગની મહિલાઓએ મુખ્યપ્રધાનનો વિરોધ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે 70 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તો સીએમ અરવિંદ કેજરીવાલના ટ્વીટને લઈને વિવાદ ઉભો થયો છે. કેજરીવાલે આ ટ્વીટમાં મહિલા મતદાતાને અપીલ કરી છે કે તે પુરૂષો સાથે ચર્ચા જરૂર કરે કે આજે મત કોને આપવો છે.
મતદાન શરૂ થતા કેજરીવાલે ટ્વીટ કર્યું, 'બધી મહિલાઓને ખાસ અપીલ- જેમ તમે ઘરની જવાબદારી ઉઠાવો છો, તેમ દેશ અને દિલ્હીની જવાબદારી તમારા ખભા પર છે. તમે બધી મહિલાઓ મત આપવા જરૂર જાવ અને તમારા ઘરના પુરૂષોને પણ લઈ જાવ. પુરૂષો સાથે ચર્ચા જરૂર કરો કે મત કોને આપવો યોગ્ય રહેશે. આ ટ્વીટ બાદ મોટી સંખ્યામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
એડવોકેટ કેશવ નાગલ (@AdvNagal)એ લખ્યું, 'તમે તે કહેવા ઈચ્છી રહ્યાં છો કે મહિલાઓને ખ્યાલ નથી કે મત કોને આપવો છો. તે તેનું બધુ કામ પોતાના પતિને પૂછીને કરે.'
તો કાજલ સિંહે લખ્યું, 'મહિલાઓએ નક્કી કરી લીધું છે, નિર્ભયાના દોષીને સિલાઈ મશીન અને 10 હજાર રૂપિયા આપનારને મત નહીં આપીએ.'
મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020)ની 70 સીટો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં કુલ 1.47 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે