નવી દિલ્હીઃ દિલ્હીમાં મંગળવાર (26 જાન્યુઆરી) એ ટ્રેક્ટર પરેડ દરમિયાન પ્રદર્શનકારી કિસાનોએ તોફાન મચાવ્યું હતું. આંદોલનકારીઓએ અનેક સ્થળે તોડફોડ કરી અને લાલ કિલ્લામાં દાખલ થયા હતા. દિલ્હીના ઘણા વિસ્તારમાં પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ વચ્ચે સંપૂર્ણ ઘટનાને લઈને ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને કિસાન નેતા રાકેશ ટિકૈતનું નિવેદન આવ્યુ છે. તેમણે આજની ઘટના માટે દિલ્હી પોલીસને જવાબદાર ઠેરવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ટિકૈતે કહ્યુ કે, સંયુક્ત કિસાન મોર્ચાની અપીલ પર ગણતંત્ર દિવસ (Republic Day) ના અવસર પર પરેડમાં ભાગ લેનાર તમામ કિસાન ભાઈઓને ભાકિયુ દિલથી આભાર માને છે. પરેડ દરમિયાન કેટલાક અસામાજીક તત્વોએ અપ્રિય ઘટનાને અંજામ આપ્યો અને તેની નિંદા કરીએ છીએ. 


આ પણ વાંચોઃ દિલ્હીમાં થયેલી હિંસા પર બોલ્યા Sambit Patra- જેને અન્નદાતા કહેતા હતા તે ઉગ્રવાદી સાબિત થયા  


રાકેશ ટિકૈતે કહ્યુ કે, આજની ઘટના પર અમે દુખ વ્યક્ત કરીએ છીએ, પરંતુ આ ઘટના માટે ભાકિયુ દિલ્હી પ્રશાસનને જવાબદાર ઠેરવે છે. જે રૂટ દિલ્હી પોલીસ તરફથી નક્કી કરવામાં આવ્યા હતા, ટ્રેક્ટર માર્ચ તે રૂટ પર શરૂ થઈ હતી. પરંતુ નક્કી જગ્યાએ બેરિકેટ લગાવી કિસાન યાત્રાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેનું પરિણામ આવ્યું કે, ટ્રેક્ટર સવાર ભટકીને દિલ્હી તરફ જતા રહ્યાં. પરિણામ સ્વરૂપ અસામાજીત તત્વો અને કેટલાક સંગઠનોને તક મળી અને તેણે આ યાત્રામાં વિઘ્ન પાડવાનો પ્રયાસ કર્યો. ભારતીય કિસાન યુનિયન આ કૃત્યમાં લિપ્ત લોકોથી ખુદને અલગ કરે છે. કિસાન યુનિયનનો હંમેશા શાંતિપૂર્મ આંદોલનમાં વિશ્વાસ રહ્યો છે. 


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાનો સાથે ઘર્ષણમાં 82 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, કાર્યવાહીની તૈયારીમાં પોલીસ


કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, છ મહિનાથી વધુ લાંબો સંઘર્ષ અને દિલ્હીની સરહદો પર બે મહિનાથી વધુ સમયનું વિરોધ પ્રદર્શન પણ આ સ્થિતિનું કારણ બન્યું. આંદોલનમાં વિઘ્ન ઉભો કરનાર આવા તત્વોને શોધવાનું કામ ભાકિયુ કરશે. ભારતીય કિસાન યુનિયન ક્યારેય હિંસક પ્રદર્શન કે રાષ્ટ્રીય પ્રતીકોને પ્રભાવિત કરવાના કૃત્યમાં સંડોવાયેલું રહ્યું છે ન રહેશે. તેમણે કહ્યું કે, કિસાન યુનિયનની બધાને અપીલ છે કે આવા કૃત્યોથી દૂર રહે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube