ઓળખ બદલી સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યા સ્વાસ્થ્ય મંત્રી Mansukh Mandaviya, જાણો કેમ
કોરોના વાયરસ (Coronavirus) મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Union Health Minister) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એક્શનમાં છે અને સતત અધિકારીઓની સાથે સમીક્ષા કરી રહ્યા છે
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Union Health Minister) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એક્શનમાં છે અને સતત અધિકારીઓની સાથે સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી 31 ઓગસ્ટની રાત્રે દિલ્હીની (Delhi) એક સરકારી હોસ્પિટલમાં (Government Hospital) ઓળખ બદલ્યા બાદ સારવાર કરાવવા પહોંચ્યા અને હોસ્પિટલની વ્યવસ્થાથી ઘણા પ્રભાવિત થયા છે. ત્યારબાદ તેમણે સારવાર કરનાર ડોક્ટરને (Doctor) બોલાવી મંત્રાલયમાં સન્માનિત કર્યા.
સ્વાસ્થ્ય મંત્રીએ કર્યા ડોક્ટરના વખાણ
મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ટ્વિટ કરી કહ્યું, 'CGHS સેવાની સિસ્ટમને ચકાસવા માટે હું એક સામાન્ય દર્દી બની દિલ્હીની (Delhi) એક ડિસ્પેન્સરીમાં ગયો. મને ખુશી છે કે ત્યાં કામ કરતા ડોક્ટર (Doctor) અરવિંદ કુમારજીની ડ્યૂટી પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને તેમની સેવાની ભાવના પ્રેરણાદાયી છે. પોતાના કાર્ય પ્રત્યે તેમના સમર્પણની હું પ્રશંસા કરું છું.'
આ પણ વાંચો:- IAS Raj Shekhar એ સરકારી બસમાં મુસાફરી કરી જાણી હકિકત, 13 કંડક્ટરોને કર્યા સસ્પેંડ
JEE (Mains) માં ગોટાળાની ફરિયાદ બાદ CBI એક્શનમાં, 20 ઠેકાણા પર પાડ્યા દરોડા
પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીએ (Health Minister) લખ્યું, 'જો દેશના તમામ CGHS ડોક્ટરો, અન્ય ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમની પાસે આવતા દર્દીઓની સમાન સંવેદનશીલતા સાથે સારવાર કરે, તો આપણે સાથે મળીને પ્રધાનમંત્રી મોદીનું 'સ્વસ્થ ભારત'નું સ્વપ્ન પૂરું કરી શકીશું.
આ રાશિના જાતકોનું શુક્રવારે બગડી શકે છે સ્વાસ્થ્ય, દરેક સમયે રહો સતર્ક
ટીબી સામેની લડાઈની કરી સમીક્ષા
ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાતચીત કરી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ટીબીને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલા મહત્વના કામમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બેઠકમાં છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવ, બિહારથી મંગલ પાંડે, હરિયાણાથી અનિલ વિજ, દિલ્હીથી સત્યેન્દ્ર જૈન, મહારાષ્ટ્રમાંથી રાજેશ ટોપે અને અન્ય રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓએ ભાગ લીધો હતો. ટીબીને નાબૂદ કરવા માટે, સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને નિયમિત વાતચીત કરવાનું સૂચન કર્યું જેથી આ દિશામાં થઈ રહેલા કામની ચર્ચા થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube