નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વી દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે જ્યારે 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સોમવારે શરૂ થયેલા તોફાનો બુધવાર સુધી જારી રહ્યાં હતા. જાફરાબાદથી લઈને મૌજપુર અને આસપાસના અન્ય વિસ્તારમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દરેક વિસ્તારમાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત વધી રહ્યો છે મૃત્યુઆંક
ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા કાયદાની આડમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુ આપનાર લોકોનો આંકડો 27 પર પહોંચી ગયો છે. ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેટ સુનીલ કુમારે બુધવારે રાત્રે જણાવ્યું કે, સારવાર દરમિયાન વધુ 3 લોકોના મોત થયા છે. 


સીએમ કેજરીવાલ પહોંચ્યા હિંસાગ્રસ્ત વિસ્તારમાં
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉત્તર પૂર્વી દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. તેમણે લોકો સાથે પણ વાતચીત કરી હતી. કેજરીવાલ સાથે મનીષ સિસોદિયા પણ હતા. 


delhi violence: કેજરીવાલની જાહેરાત- રતનલાલના પરિવારને 1 કરોડની મદદ, એક સભ્યને નોકરી


આ નંબરો પર ફોન કરો
દિલ્હી પોલીસે વિશ્વાસ અપાવ્યો કે હવે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જે લોકોઈ કોઈ ફરિયાદ કરવી છે તે 112 નંબર પર ફોન કરી શકે છે. આ સિવાય 22829334 અને 22829335 નંબરો પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકો છો કે અન્ય સૂચના આપી શકો છો. 


અત્યાર સુધી 18 કેસ દાખલ
દિલ્હી પોલીસે અપીલ કરી છે કે લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે જણાવ્યું કે, હિંસામાં અત્યાર સુધી દિલ્હી પોલીસે 18 એફઆઈઆર દાખલ કરી છે. અત્યાર સુધી 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે. સીસીટીવી ફુટેજની મદદથી હિંસા ફેલાવનારની ઓળખ કરવામાં આવી રહી છે. તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. 


મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારને એક કરોડની સહાય
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં હિંસામાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલના પરિવારને એક કરોડ દૂરિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમના પરિવારના એક સભ્યનો સરકારી નોકરી આપવામાં આવશે. 


દિલ્હી હિંસાઃ ભાજપના નેતા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પ્રવેશ વર્મા પર FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ


દિલ્હીની સ્થિતિ ખુબ ખરાબઃ હાઈકોર્ટે
દિલ્હી હાઈકોર્ટે બુધવારે સોલિસીટર જનરલ તુષાર મેહતાને કહ્યું કે, તે પોલીસ કમિશનરને ભાજપના ત્રણ નેતાઓ દ્વારા સીએએ હિંસાના સિલસિલામાં કથિત રીતે નફરત ફેલાવવાના ભાષણ આપવાના સંબંધમાં એફઆઈઆર નોંધવાની સલાહ આપે. 


ન્યાયમૂર્તિ એસ. મુરલીધર અને ન્યાયમૂર્તિ તલવંત સિંહની પીઠ સંશોધિત નાગરિકતા કાયદાને લઈને ઉત્તરપૂર્વી દિલ્હીના વિવિધ ભાગમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં સામેલ લોકો પર એફઆઈઆર નોંધવા અને તેની ધરપકડ કરવાની માગ કરતી એક અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે કહ્યું કે, બહાર ખુબ ખરાબ સ્થિતિ છે. 


ડોભાલે લીધી હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારબાદ ડોભાલ એકવાર ફરી રસ્તાઓ પર ફરીને લોકોને મળી રહ્યાં છે. અજીત ડોભાલે આજે સીલમપુર વિસ્તારમાં ડીસીપી ઓફિસની મુલાકાત બાદ હિંસાગ્રસ્ત વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. આજે ડોભાલે મૌજપુર અને જાફરાબાદનો પ્રવાસ કર્યો હતો. તો આ પહેલા પણ ડોભાલ સીલમપુર સહિત નોર્થ-ઈસ્ટ દિલ્હીના ઘણા વિસ્તારનો પ્રવાસ કરી ચુક્યા છે. 


Delhi Violence: હિંસાગ્રસ્ત વિસ્તારમાં NSA ડોભાલ, લોકોને કહ્યું- બધાએ સાથે મળીને રહેવાનું છે


તો આજે હિંસા પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કર્યાં બાદ એનએસએ અજીત ડોભાલે કહ્યું કે, પોલીસ ત્વરીત કામ કરી રહી છે. તેમણે કહ્યું, 'સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકો સંતુષ્ટ છે. મને કાયદા અમલીકરણ એજન્સીઓ પર વિશ્વાસ છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...