delhi violence: કેજરીવાલની જાહેરાત- રતનલાલના પરિવારને 1 કરોડની મદદ, એક સભ્યને નોકરી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાના મુદ્દા પર વિધાનસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો શાંતિ પસંદ કરે છે અને આ હિંસાથી બધા લોકોનું નુકસાન થયું છે. 

Updated By: Feb 26, 2020, 06:58 PM IST
delhi violence: કેજરીવાલની જાહેરાત- રતનલાલના પરિવારને 1 કરોડની મદદ, એક સભ્યને નોકરી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં ત્રણ દિવસ સુધી થયેલી હિંસા પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ તોફાન દિલ્હીવાસી નહીં પરંતુ બહારના અને કેટલાક રાજકીય લોકોએ ફેલાવી જે નફરતની રાજનીતિ કરવા ઈચ્છે છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, આ હિંસાથી સૌથી વધુ નુકસાન દિલ્હીનું થયું છે અને તેથી તેણે હિંસાને નહીં રાજધાનીના વિકાસને પસંદ કરવો જોઈએ. દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે હિંસામાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલના પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી. તેમના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદની પણ જાહેરાત કરવામાં આવી છે. 

બહારના લોકોએ ફેલાવી હિંસા, બધાને થયું નુકસાન
સીએમે કહ્યું, 'દિલ્હીના લોકોને શાંતિ પસંદ છે. અહીં દાયકાઓથી બધા ધર્મ તથા જાતિના લોકો ભાઈચારાની સાથે રહે છે. અમને આવા હિંસા તોફાનો જોતા નથી. આપણે દિલ્હીને સુંદર બનાવવાનું છે.' કેજરીવાલે આગળ કહ્યું, 'આ હિંસા દિલ્હીના સામાન્ય લોકોએ કરી નથી. આ કેટલાક બાહરી, રાજકીય, ઉપદ્રવી અને અસામાજિક તત્વોએ કરી છે.' તેમણે કહ્યું કે, આ હિંસામાં હિન્દુ અને મુસલમાન બંન્નેને નુકસાન થયું છે અને તેથી હિંસા નહીં પરંતુ વિકાસના માર્ગે આગળ વધવુ છે.

પોલીસની કરી પ્રશંસા, કેન્દ્ર પર હુમલો
તેમણે પોલીસની પ્રશંસા કરતા કેન્દ્ર પર પ્રહારો કર્યાં, પરંતુ કેટલાક મામલામાં તેમ પણ થયું જ્યારે પોલીસે કહ્યું કે, ઉપરથી કાર્યવાહીના આદેશ નથી. તેમણે કહ્યું કે, પોલીસે સ્થિતિને સંભાળવાના પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ માહોલ પ્રમાણે તેમની પાસે સંખ્યા ઓછી હતી. તેમણે કહ્યું કે, એક બે વીડિયો એવા સામે આવ્યા છે જેમાં પોલીસ પ્રદર્શનકારીઓની મદદ કરતી જોવા મળી રહી છે અને તેની તપાસ થવી જોઈએ. 

પોલીસ જવાનોને કરતો રહ્યો ફોન, રાત્રે સુતો નથી
કેજરીવાલે કહ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસમાં અમે જે કરી શકતા હતા, અમે કર્યું. તેમણે કહ્યું, 'હું રાત્રે જાગી રહ્યો હતો, અમારા સાથી પણ કામ કરી રહ્યાં હતા. અમે લોકો પ્રયત્નો કરી રહ્યાં હતા કે પોલીસની મદદથી ફસાયેલા પરિવારને કાઢવામાં આવે. ધારાસભ્યોએ ઘણા પ્રયત્નો કર્યાં. ભાજપના ધારાસભ્યો સાથે બેઠક થી, બધા ફીલ્ડમાં ફરી રહ્યાં છે. ઘણી જગ્યાએ એમએલએ અને કાર્યકર્તાઓના પ્રયત્નોને કારણો તોફાનો રોકાયા.'

દિલ્હી હિંસાઃ ભાજપના નેતા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પ્રવેશ વર્મા પર FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ  

નફરત છોડી દિલ્હીનો વિકાસ કરો
સીએમે દિલ્હીના લોકોને અપીલ કરી છે કે રાજધાનીનું સૂવર્ણ ભવિષ્ય બનાવવા માટે એક થાય. તેમણે કહ્યું, 'સમય આવી ગયો છે કે દેશને કહેવું છે કે બસ ઘણું થયું. નફરતની રાજનીતિનો સ્વીકાર થશે નહીં. ભાઈને ભાઈ સાથે લડાવવા, તોફાનો કરાવવાની રાજનીતિ થશે નહીં.' તેમણે આગળ કહ્યું, 'તોફાનો વચ્ચે કેટલિક સારી તસવીરો પણ સામે આવી છે. હિન્દુ વિસ્તારમાં મુસલમાનોને બચાવ્યા, મુસલમાન વિસ્તારમાં એક હિન્દુ પરિવારને બચાવ્યો. આ દિલ્હી વાળા આ સામાન્ય દિલ્હીના નાગરિક છે આપણું ભવિષ્ય તેનાથી આગળ વધશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...