બિહારમાં વરસાદનો કેર, 3 દિવસ સુધી ઘરમાં ફસાયેલા ડે.CM સુશીલ મોદીને NDRFએ રેસ્ક્યુ કર્યા
છેલ્લા 3 દિવસથી પોતાના ઘરમાં જ ફસાઈ ગયેલા બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને તેમના પરિવારના સભ્યોને પણ એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યાં.
પટણા: બિહારમાં મૂશળધાર વરસાદથી જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી, રાજનેતાઓ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે. પછી ભલે તે બિહાર સરકારના મંત્રી હોય કે પછી મશહૂર ગાયિકા શારદા સિન્હા. દરેક જણ પટણામાં પાણીની સમસ્યાથી પરેશાન છે. આ બધા વચ્ચે એનડીઆરએફની ટીમો સતત લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની કોશિશ કરી રહી છે. છેલ્લા 3 દિવસથી પોતાના ઘરમાં જ ફસાઈ ગયેલા બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને તેમના પરિવારના સભ્યોને પણ એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યાં.
IIT મદ્રાસમાં PM મોદીને ગમ્યો કેમેરાવાળો આવિષ્કાર, કહ્યું- સંસદમાં કામ આવશે
આ બાજુ મશહૂર ગાયિકા શારદા સિન્હા પણ પાણી ભરાવવાના કારણે ખુબ પરેશાન છે. તેમણે ફેસબુક પોસ્ટ પર પોતાની પરેશાની વ્યક્ત કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રાજેન્દ્રનગરમાં મારા ઘરમાં પાણીમાં ફસાયેલી છું. મદદ મળતી નથી. એનડીઆરએફના રાફ્ટ સુધી પણ પહોંચવું અશક્ય છે. ચારેબાજુ પાણી છે. કાશ ભારતમાં એર લિફ્ટની સુવિધા હોત. કોઈ રસ્તો તો બતાવો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...