IIT મદ્રાસમાં PM મોદીને ગમ્યો કેમેરાવાળો આવિષ્કાર, કહ્યું- સંસદમાં કામ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી મદ્રાસ પહોંચ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ સિંગાપુર-ઈન્ડિયા હેકથોનના પુરસ્કાર વિતરણમાં પણ ભાગ લીધો. અહીં તેઓ 56માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે. હેકથોન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મારા યુવા મિત્રોએ આજે અહીં અનેક ચીજોનું સમાધાન શોધ્યું છે. મને કેમેરાવાળો આવિષ્કાર ખુબ પસંદ આવ્યો છે. જેનાથી ખબર પડી શકે છે કે કોણ કેટલું ધ્યાનથી સાંભળી રહ્યું છે. હવે હું તેને લઈને સંસદમાં વાત કરીશ. મને વિશ્વાસ છે કે સંસદ માટે પણ તે ઘણું ફાયદાકારક સાબિત થશે. 

IIT મદ્રાસમાં PM મોદીને ગમ્યો કેમેરાવાળો આવિષ્કાર, કહ્યું- સંસદમાં કામ આવશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી મદ્રાસ પહોંચ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ સિંગાપુર-ઈન્ડિયા હેકથોનના પુરસ્કાર વિતરણમાં પણ ભાગ લીધો. અહીં તેઓ 56માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે. હેકથોન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મારા યુવા મિત્રોએ આજે અહીં અનેક ચીજોનું સમાધાન શોધ્યું છે. મને કેમેરાવાળો આવિષ્કાર ખુબ પસંદ આવ્યો છે. જેનાથી ખબર પડી શકે છે કે કોણ કેટલું ધ્યાનથી સાંભળી રહ્યું છે. હવે હું તેને લઈને સંસદમાં વાત કરીશ. મને વિશ્વાસ છે કે સંસદ માટે પણ તે ઘણું ફાયદાકારક સાબિત થશે. 

આ અગાઉ પીએમ મોદી જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા તો તેમના સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. સમર્થકોએ મોદી મોદીના નારા લગાવ્યાં. પીએમ મોદીએ કહ્યું કે ચેન્નાઈ પાછા ફરીને દરેક વાત સારી લાગે છે. 2019ની લોકસભા ચૂંટણી બાદ આ મારો પહેલો તામિલનાડુ પ્રવાસ છે. હું આ શાનદાર સ્વાગત માટે કૃતજ્ઞ છું. 

— ANI (@ANI) September 30, 2019

પીએમ મોદીએ કહ્યું કે મારા અમેરિકા પ્રવાસ દરમિયાન હું તામિલ બોલ્યો, અને દુનિયાને જણાવ્યું કે તે એક પ્રાચિન ભાષા છે. તેમણે કહ્યું કે અમેરિકામાં તામિલ ભાષાની ગુંજ છે. તેમણે કહ્યું કે આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાનું છે. તેમણે કહ્યું કે આપણે ગાંધીજીની 150મી જયંતી પર પદયાત્રા કરીશું અને આપણા સંકલ્પને વધુ મજબુત કરીશું. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે આપણે જનભાગીદારીને ખુબ આગળ લઈ જવાની છે. તેમણે કહ્યું કે દુનિયા ભારત પાસે ખુબ અપેક્ષાઓ રાખે છે અને તે વધી રહી છે, આપણી જવાબદારી છે કે આપણે ભારતને એવો મહાન દેશ બનાવીએ કે તે સમગ્ર દુનિયાને કામ આવી શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news