મુંબઈઃ ભારતમાં ધર્મ અને આસ્થાથી વધુ કઈ પણ નહીં હોઈ શકે. મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયક મંદિરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં લોકો એક શ્વાન પાસેથી આશીર્વાદ લેઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભક્તોને આશીર્વાદ આપી રહ્યો છે શ્વાન
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં એક શ્વાન બહાર બેઠો છે. આ શ્વાન કોઈ સામાન્ય શ્વાન નથી. આ શ્વાન મંદિરથી બહાર નીકળી રહેલા લોકોને આશિર્વાદ આપતો નજરે પડી રહ્યો છે. માત્ર આટલું જ નહીં, પણ તે ભક્તો સાથે હાથ પણ મિલાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયોને મોટા પ્રમાણમાં પસંદ પણ કરી રહ્યા છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube