દેશભરની દરગાહોનું એક ડેલિગેશન જશે કાશ્મીર, તેમનો હેતુ જાણીને PAKને લાગશે જબરદસ્ત ઝટકો
આ ડિલિગેશન 12 ઓક્ટોબરના રોજ જશે અને 14 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. ત્યાંના અલગ અલગ વિસ્તારોમાં પહોંચીને યુવાઓને દેશ પ્રત્યે જાગરૂક કરવામાં આવશે.
અશોક સિંહ, અજમેર: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી ત્યાંની સ્થિતિ અને કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે ગુરુવારે દરગાહ દીવાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. દરગાહ દીવાને કહ્યું કે સરકારે કલમ 370 હટાવી ત્યારબાદથી દેશમાં માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. કાશ્મીરનો ઈતિહાસ ખુબ જૂનો છે અને ત્યાંના લોકો સુફિઝમમાં માને છે. ત્યાંના યુવાઓને પૈગામ આપવો જરૂરી છે. આથી દેશની પ્રમુખ દરગાહોનું એક દળ દિલ્હીથી જમ્મુ કાશ્મીર પહોંચશે. જેમાં યુપી, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, તેલંગણા વગેરેના પ્રતિનિધિ હશે. તેમની નિગરાણીમાં એક ડિલિગેશન રવાના કરવામાં આવી રહ્યું છે.
જિનપિંગના ભારત પ્રવાસ પહેલા જ ચીની મીડિયાએ કહ્યું- ભારત વગર 21મી સદી એશિયાની ન હોઈ શકે
આ ડિલિગેશન 12 ઓક્ટોબરના રોજ જશે અને 14 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. ત્યાંના અલગ અલગ વિસ્તારોમાં પહોંચીને યુવાઓને દેશ પ્રત્યે જાગરૂક કરવામાં આવશે. તેઓ દરગાહોમાં જઈને યુવાઓને સંબોધન કરશે. જેથી કરીને બહારના દેશોમાં જે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે તેને દૂર કરી શકાય. મુસ્લિમ લો કહે છે કે કોઈ પણ યુવતી દેશ બહાર લગ્ન કરે ત્યારબાદ તેના હક કે જે મુસ્લિમ કાયદા, કુરાને આપ્યા છે તે અંગે આવી કલમોના માધ્યમોથી ગેરસમજ કેમ ફેલાવી રહ્યા છો. તેને દૂર કરવા માટે 18થી 20 લોકોનું ડેલિગેશન સાથે આવશે.
જુઓ LIVE TV