અનોખુ મંદિરઃ કાશીને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે કારણ કે વિશ્વ પ્રસિદ્ધ બાબા વિશ્વનાથનું ધામ છે. જેના દર્શન કરવા માટે દુનિયાભરના ભક્તો અહીં પહોંચે છે. કાશીની વિશેષતા છે કે અહીંનું દરેક મંદિર ખાસ અને મહત્વપૂર્ણ છે. અહીં જગ્યાએ-જગ્યાએ ભોળાનાથના ઘણા મંદિર જોવાવ મળશે, જે પૌરાણિક કથાઓથી જોડાયેલા છે. કાશીમાં સ્થિત એક આવું લોકપ્રિય મંદિર 'ધર્મેશ્વર મહાદેવ' છે. જે એક પ્રાચીનમંદિર છે અને તેને લઈને વિવિધ પ્રકારની માન્યતાઓ છે. આ મંદિરની ખાસિયત છે કે અહીં ભગવાન શિવની સાથે યમરાજ પણ બિરાજે છે. આ સિવાય મંદિરમાં એક રહસ્યમયી કુવો પણ હાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ભોળેનાથની સાથે બિરાજે છે યમરાજ?
ભગવાન શિવે અહીં યમરાજને યમની ઉપાધિ આપી હતી. પ્રચલિત લોકકથા અનુસાર એક સમયે ભગવાન શિવ ધરતીમાં મૃત્યુ પામનાર લોકોના સ્વર્ગ અને નરકમાં જવાને લઈને ખુબ ચિંતિત હતા. આ સમયે યમ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કાશીમાં તપસ્યા કરી રહ્યા હતા અને વારંવાર નિષ્ફળ થઈ રહ્યાં હતા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કાશીમાં એક કુંડ બનાવી તેમાં સ્નાન કર્યા બાદ 16 ચોકડી આરાધના કરવાની સલાહ આપી. ભગવાન વિષ્ણુના કહેવા અનુસાર યમે આમ કર્યું અને પછી તપનો પ્રારંભ કર્યો. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને યમરાજનું નામ આપ્યું અને મોક્ષ મેળવનારનો હિસાબ રાખવાની જવાબદારી પણ યમરાજને આપી હતી. 


આ પણ વાંચોઃ 30 જૂન સુધી આ જાતકો પર રહેશે શનિ-શુક્રની અસીમ કૃપા, પ્રમોશન-ધનલાભનો પ્રબળ યોગ


અહીંનો કુવો આપે છે મોતનો સંકેત
ધર્મેશ્વર મંદિરમાં હાજર કુવો જ તે કુંડ છે જેનું નિર્માણ સ્વયં યમરાજે કર્યુ હતું અને માન્યતા છે કે આ કુવો વ્યક્તિને મૃત્યુની નજીક આવવાનો ઈશારો આપે છે. કહેવામાં આવે છે કે જે આ મંદિરમાં ભગવાન શિવ અને યમરાજના દર્શન માટે આવે છે, તે આ કુવાને પણ જુએ છે. જો કુવામાં વ્યક્તિનો પડછાયો ન જોવા મળે તો આગામી છ મહિનામાં તેનું મૃત્યુ થઈ જાય છે. 


પરંતુ અહીંના લોકોની માન્યતા છે કે આ વાતના હજુ સુધી કોઈ પ્રમાણ સામે આવ્યા નથી. તેમ માનવામાં આવે છે કે યમરાજે અહીં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કર્યુ હતું ત્યારબાદ તેમને મનુષ્યના સ્વર્ગ કે નરકમાં જવાનો હિસાબ રાખવાની જવાબદારી મળી હતી. 


(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube