નવપંચમ રાજયોગઃ 30 જૂન સુધી આ જાતકો પર રહેશે શનિ-શુક્રની અસીમ કૃપા, પ્રમોશન-ધનલાભનો પ્રબળ યોગ

Navpancham Rajyoga: નવપંચમ રાજયોગને લઈને કહેવામાં આવે છે કે આ યોગમાં જન્મેલો વ્યક્તિ રાજા સમાન હોય છે. તે પોતાના સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે અને તેને ક્યારેય નાણાની તંગી રહેતી નથી. 
 

નવપંચમ રાજયોગઃ 30 જૂન સુધી આ જાતકો પર રહેશે શનિ-શુક્રની અસીમ કૃપા, પ્રમોશન-ધનલાભનો પ્રબળ યોગ

Navpancham Rajyoga: શનિ અને શુક્ર જૂન મહિનામાં નવપંચમ રાજયોગ બનાવી રહ્યાં છે. સુખ-સંપત્તિના દાતા શુક્રએ 30 મે 2023ના કર્ક રાશિમાં ગોચર કર્યું હતું, જેના પર શનિની દ્રષ્ટિ પણ પડી રહી છે. કર્ક રાશિમાં શુક્ર અને શનિના આ મિલનથી આગામી 35 દિવસ માટે નવપંચમ રાજયોગ બને છે. આ રાજયોગ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે ખુબ સારો સમય અને સફળતા લાવશે. જાણો શુક્ર અને શનિની કૃપાથી કઈ રાશિના જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. 

1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકોને નવપંચમ રાજયોગથી ખુબ લાભ થશે. તેની કુંડળીના ત્રીજા ભાવમાં શુક્ર બિરાજમાન હશે અને અગિયારમાં ભાવમાં શનિ હશે. પરિણામસ્વરૂપ આવકમાં વધારો થશે, જે લોકો ધંધો કરી રહ્યાં છે તેને સારા પરિણામ મળશે. તેની પાસે પોતાના પાછલા રોકાણોથી લાભ હાસિલ કરવાની ક્ષમતા છે. આ સિવાય આ યોગ ભાઈ-બહેનો વચ્ચે બંધનને મજબૂત કરે છે અને પ્રેમ વધારે છે. 

2. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોને પણ નવપંચમ રાજયોગના માધ્યમથી મહત્વપૂર્ણ શુભતાનો અનુભવ થશે. તેની કુંડળીમાં શુક્ર બીજા ભાવમાં ગોચર કરશે, જ્યારે શનિ દશમ ભાવમાં બિરાજમાન છે. તેનાથી અચાનક ધનલાભ થઈ શકે છે. તે પોતાના પ્રોફેશનલ કરિયરમાં સફળતા હાસિલ કરશે. નવા અને સારી નોકરીની તક મળશે. જે લોકો પહેલાથી કાર્યરત છે તેને પ્રમોશન અને ધનલાભ થઈ શકે છે. 

3. મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકોને નવપંચમ રાજયોગના માધ્યમથી શાનદાર પરિણામ પ્રાપ્ત થશે. આવનારા 35 દિવસમાં ભાગ્ય તેને સાથ આપશે અને વિદેશ યાત્રાની તક મળી શકે છે. આ સમયમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. સાથે પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થવાનો સંકેત છે. પિતાની સાથે સંબંધ સુધરશે. 

4. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ અસાધારણ રૂપથી અનુકૂળ સમય લઈને આવ્યો છે. આગામી 35 દિવસ દરમિયાન તમારી આવકમાં મોટો વધારો થઈ શકે છે, કારણ કે કમાણીના નવા માર્ગ ખુલશે. આ સિવાય જીવન સાથીને આ સમય દરમિયાન પ્રગતિ અને સફળતાનો અનુભવ થવાની સંભાવના છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની જરૂર સલાહ લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news