મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને સુશાંતની એક મેનેજર શ્રુતિ મોદી (Shruti Modi)ની વોટ્સઅપ વાયરલ થઇ રહી છે. આ વોટ્સઅપ ચેટ સુશાંતની બહેનની પ્રિસ્ક્રિપ્શન પણ સુશાંતની બહેનને મોકલી હતી. 26 નવેમ્બર 2019ની આ ચેટથી ખબર પડે છે કે સુશાંતના પરિવારને ખબર હતી કે તે ડિપ્રેશનમાં હતો. શ્રુતિ મોદી (Shruti Modi)એ સુશાંતની પ્રિસ્ક્રિપ્શન પણ સુશાંતની બહેનને મોકલી હતી. નીતૂ સુશાંતના ડોક્ટરને મળવઆ માંગતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચેટમાં નીતૂ સિંહ,  શ્રુતિ મોદી (Shruti Modi)પાસેથી ડોક્ટરના બધા પ્રિસ્ક્રિપ્શન માંગે છે અને કહે છે કે તેમને તે ડોક્ટરને પણ મળવું હતું. અહીં શ્રુતિ મોદી (Shruti Modi) વોટ્સઅપ પર જવાબ પણ આપે છે પરંતુ આશ્વર્યની વાત એ છે કે ત્યારબાદ 29 નવેમ્બર એટલે કે ઠી 3 દિવસ બાદ સુશાંત સિંહના પિતા પોતાના પુત્રની ખરાબ ગુહાર લગાવીને ના ફક્ત રિયા ચક્રવર્તીને, પરંતુ શ્રુતિ મોદી પાસે પણ એકવાર પોતાના પુત્રને મળવાની અપીલ કરતા હતા અને તેમને કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો.

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

સૂત્રોનું માનીએ તો નીતૂ સિંહ, ઓપી સિંહ, કરિશ્મા અને તેમના પતિ સિડ સહિત પરિવારના આન્ય સભ્યો પણ જલદી જ તેમના નિવેદનને નોંધવા માટે બોલાવવામાં આવશે. તેમને દિલ્હીમાં તપાસકર્તાઓની એક ટીમમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે સુશાંતની બહેન મીતૂ સિંહને પણ સોમવારની સવારે 11 વાગે મુંબઇમાં ડીઆરડીઓ (DRDO)ના ગેસ્ટ હાઉસમાં પૂછપરછ માટે સીબીઆઇએ બોલાવ્યા છે.


તમને જણાવી દઇએ કે સુશાંત કેસમાં સીબીઆઇની ટીમ આજે (રવિવારે) ત્રીજીવાર રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)સાથે પૂછરછ કરી રહી છે. તે પહેલાં સીબીઆઇ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં શુક્રવારે શનિવારે રિયા ચક્રવર્તીને પ્રશ્નોતરી કરી ચૂકી છે. સીબીઆઇએ શુક્રવારે જ્યાં રિયાને 10 કલાક પૂછપરછ કરી હતી. સીબીઆઇએ શુક્રવારે જ્યાં રિયા સાથે 10 કલાક પૂછપરછ કરી હતી, તો બીજી તરફ શનિવારે તેમની સાથે સતત 7કલાક પૂછપરછ કરવામાં આવી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube