Viral Video: Ambulance નું ડીઝલ પુરૂ થયું, 1 KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી જીવ
Viral Video: બાંસવાડા રતલામ માર્ગ પર દર્દીને લઇને આવી રહેલી 108 એમ્બુલન્સનું ડીઝલ પુરૂ થઇ ગયું ને ત્યારબાદ એમ્બુલન્સ ચાલકે દર્દીના પરિવારને બાઇક વડે ડીઝલ મંગાવ્યું, ડીઝલ નાખ્યા બાદ પણ જ્યારે એમ્બુલન્સ શરૂ ન થઇ તો પરિવારજનોએ એમ્બુલન્સને ધક્કો મારીને શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ સાબિત થયો.
Viral Video: રાજસ્થાનની સ્વાસ્થ્ય સેવાની કથળતી સ્થિતિને લીધે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સ્વાસ્થ્ય સેવાની કથળતી સ્થિતિને લીધે પુત્રીએ પિતાનો છાયો ગુમાવ્યો છે. ઘટના રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રતલામ માર્ગ પર ટોલનાકા પાસે દર્દીને લઇને આવી રહેલી 108 એમ્બુલન્સનું ડીઝલ પુરૂ થઇ જવાની છે. દર્દીના પરિવારજનોએ જ્યારે બાઇક વડે ડીઝલ લઇને આવ્યા તો પણ એમ્બુલન્સ શરૂ થઇ નહી. પરિવારજનોએ એમ્બુલન્સને ધક્કો મારીને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેમછતાં પણ તે શરૂ થઇ નહી. સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ ઘટના બે દિવસ જૂની છે,પરંતુ વીડિયો હવે સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૂરજપુરા (સેમલિયા) જિલ્લાના પ્રતાપગઢના રહેવાસી તેજિયા ગણાવા (40) પુત્રીના સાસરી ભાનુપરા (બાંસવાડા) આવ્યા હતા. અહીં લગભગ ત્રણ દિવસ સુધી પોતાની પુત્રી અને પૌત્રી સાથે રહ્યા હત. ગુરૂવારે અચાનક તેજપાલ ખેતરમાં ઉભા ઉભા પડી ગયા. પિતાની ખરાબ તબિયતની જાણાકરી પુત્રીએ પતિ મુકેશ મઇડાને આપી. તેણે સૌથી પહેલાં એમ્બુલન્સ 108 ને ફોન કર્યો. પોતાની બાઇકને લઇને પોતાના ઘર માટે રવાના થયા.
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube