નવી દિલ્હીઃ 17 રાજ્યોમાં રાજ્યસભાની 55 સીટો પર યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તેમાં સૌથી મુખ્ય નામ પાર્ટીના બે રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહ અને કેસી વેણુગોપાલનું છે. આ સિવાય ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દર હુડ્ડાને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક તરફથી જાહેર કરાયેલી બે યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નામોની પસંદગી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સહમતિ બાદ થઈ છે. તેમાં છત્તીસગઢથી કેટીએસ તુલસી અને ફૂલો દેવી નેતામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો એમપીથી દિગ્વિજય સિંહ અને ફુલ સિંહ બેરિયાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડાને હરિયાણાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...