દિગ્વિજય સિંહ ભોપાલથી લડશે લોકસભા, 30 વર્ષથી એક પણ વખત નથી જીત્યું કોંગ્રેસ
લોકસભા ચૂંટણી 2019માં મધ્યપ્રદેશની ભોપાલ સીટ સૌથી રોમાંચક દંગલમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે
ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે શનિવારે અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભોપાલ સંસદીય વિસ્તારથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. કમલનાથે કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમીતિએ નિશ્ચય કર્યો છે કે દિગ્વિજય સિંહ ભોપાલથી ચુંટણી લડશે. આ નામની હું જાહેરાત કરી શકું છું. આ સાથે જ તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહને ઇંદોર, જબલપુર અથવા ભોપાલથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. અંતમાં નિશ્ચય થયો કે દિગ્વિજય સિંહ ભોપાલથી જ લડશે.
વાઇસ એડમિરલ કરમબીર સિંહ બનશે દેશનાં 24માં નૌસેના પ્રમુખ
1989 બાદ ક્યારે પણ કોંગ્રેસ નથી જીતી શકી
ભોપાલ સંસદીય વિસ્તારમાં અત્યાર સુધીનાં ચૂંટણી પરિણામ પર નજર નાખતા જાણવા મળે છે કે આ સીટ ભાજપનો ગઢ બની ચુકી છે. ભોપાલમાં વર્ષ 1989 બાદથી અત્યાર સુધી 8 ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને જીત મળી છે. અહીંથી સુશીલ ચંદ્ર વર્મા, ઉમા ભારતી, પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશી અને આલોક સંજય ચૂંટાઇ ચુક્યા છે. બીજી તરફ આ સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસના 6 સાંસદો ચૂંટાઇ ચુક્યા છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા મુખ્ય છે. આ પ્રકારે વર્ષ 1977ની ચૂંટણીમાં લોકદળથી આરિફ બેગ અહીંથી ચુંટાયા હતા.
SBI ના કરોડો યુઝર્સના કામના સમાચાર, ઇન્ટરનેટ નહી હોવા છતા મળશે આ ખાસ સુવિધા
રાજ્યમાં લોકસભાની 29 સીટો છે, જેમાંથી 26 પર ભાજપનો કબ્જો છે. ત્રણ સીટો કોંગ્રેસ પાસે છે. છિંદવાડાથી કમલનાથ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રતલામથી કાંતિલાલ ભુરિયા કોંગ્રેસના સાંસદ છે.
લોકસભા 2019: મહારાષ્ટ્રમાં 24 સીટ પર કોંગ્રેસ તો 20 પર લડશે NCP, થઇ સીટોની વહેંચણી
ભાજપ નહી ગુમાવવા માંગે ભાજપની આ સીટ
આ સીટ પર લાંબા સમયથી ભાજપનો કબ્જો રહ્યો છે. એવામાં તેઓ આ સીટને કોંગ્રેસ પાસે નહી જવા દેવા માંગે. જો કે તેને એ પણ ધ્યાન રાખવું પડશે કે સામે દિગ્વિજય સિંહ છે. એવામાં તેને પણ પોતાનો હેવીવેટ ઉમેદવાર જ મેદાનમાં ઉતરવું પડશે.