SBI ના કરોડો યુઝર્સના કામના સમાચાર, ઇન્ટરનેટ નહી હોવા છતા મળશે આ ખાસ સુવિધા
જો તમારુ સેવિંગ એકાઉન્ટ પણ એસબીઆઇમાં છે તો આ સમાચાર માત્ર તમારા માટે જ છે
Trending Photos
નવી દિલ્હી : જો તમારા સેવિંગ એકાઉન્ટ પણ એસબીઆઇમાં તો આ સમાચાર તમારા કામની છે. અત્યાર સુધી ખાતાનું બેલેન્સ ચેક કરવા અને મિની સ્ટેટમેન્ટની માહિતી માટે તમે નેટ બેંકિંગ અથવા એટીએમ વગર પણ બેલેન્સ ચેક કરી શકે છે અને મિનિ સ્ટેટમેંટ પણ કાઢી શકે છે. જી હાં આ તમામ બાબત શક્ય છે માત્ર એસબીઆઇ ક્વિકથી. એસબીઆઇ ક્વિક એક મિસકોલ બેંકિંગ ફીચર છે. એસબીઆઇની તરફથી આપવામાં આવનારી આ સર્વિસથી તમે બેલેન્સ ચેક કરવા, મિનિ સ્ટેટમેન્ટની માહિતી ઉપરાંત અન્ય કોઇ પણ સુવિધા લઇ શકે છે. તેના માટે તમારે માત્ર એક મિસ કોલ કરવો પડશે.
આ રીતે યુઝ કરો સર્વિસ
આ સર્વિસનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા જરૂરી છે કે તમારી પાસે રજિસ્ટર્ડ નંબર હોય અને તે સુનિશ્ચિત કરી લો કે મોબાઇલ નંબર તમારા બેંક રેકોર્ડમાં અપડેટ હોય. રજિસ્ટર્ડ નંબરથી તમે તમારા લોનનો ઇંટરેસ્ટ સર્ટિફિકેટ ઉપરાંત ઇસ્ટેટમેંટની પણ માહિતી લઇ શકે છે. જો કે એસબીઆઇ ક્વિકથી તમે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સર્વિસ ન લઇ શકે.
આ રીતે ચેક કરો બેલેન્સ અને મિની સ્ટેટમેંટ
- તમે રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી મિસ કોલ અથવા મેસેજનાં માધ્યમથી ખાતામાં બેલેન્સ ચેક કરી શકો છો. મેસેજ માટે અલગ અલગ બેંક નિશ્ચિત ફોર્મેટ માં અપાયેલા નંબર પર મેસેજ કરાવો છો.
- જો તમારી પાસે એન્ડ્રોઇડ, વિંડોઝ, આઇઓએસ અથવા બ્લેકબેરી ફોન હોય તો તમે આ સર્વિસને યુઝ કરવા માટે એસબીઆઇ ક્વિક એપ ડાઉનલોડ કરી શકો છો.
મેસેજ દ્વારા બેલેન્સ અને સ્ટેટમેંટની માહિતી
- 6 ડિજીટવાળા નંબર જેમ કે 567676 માટે પ્રીમિયમ ચાર્જ ચુકવવો પડશે.
- 10 ડિજિટના નંબર માટે ચાર્જ તમારા મોબાઇલ બિલ પ્લાન અનુસાર લાગશે.
- બીજી તરફ મિસ્ડ કોલથી બેલેન્સની માહિતી માટે શુલ્ક નહી ચુકવવો પડે. જો એકાઉન્ટ હોલ્ડર 4-5 વખત રિંગ ગયા બાદ IVRને 3 સેકંડ માટે સંભળાય છે તો તેના માટે તમારે પોતાનાં મોબાઇલ પ્લાન અનુસાર ચુકવણી કરવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે