વાઇસ એડમિરલ કરમબીર સિંહ બનશે દેશનાં 24માં નૌસેના પ્રમુખ

વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસેનાના આગામી પ્રમુખ હશે, આગામી એડમિરલ કરમબીર સિંહ વિશાખાપટ્ટનમ નૌસેન્ય કમાનનાં ફ્લેગ ઓફીસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્યરત છે

વાઇસ એડમિરલ કરમબીર સિંહ બનશે દેશનાં 24માં નૌસેના પ્રમુખ

નવી દિલ્હી : વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસેનાના આગામી પ્રમુખ હશે. હાલમાં વાઇસ એડમિરલ કરમબીર સિંહ વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌસેના કમાનનાં ફ્લેગ ઓફીસર કમાંડિંગ ઇન ચીફ તરીકે કાર્યરત છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ શનિવારે ભારતીય નૌસેનાનાં ટોપનાં અધિકારીની નિયુક્તિની માહિતી આપી. કરમબીર સિંહ એડમીરલ સિંહ સુનીલ લાંબાનું સ્થાન લેશે. તેઓ 31 મેના રોજ સેવાનિવૃત થઇ રહ્યા છે. એડમિરલ સુનીલ લાંબાએ પોતાનાં 3 વર્ષનાં કાર્યકાળની શરૂઆત મે 2016માં કરી હતી. 

વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસૈનાના 24માં પ્રમુખ હશે. કરમબીર સિંહ નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), ખડકવાસલાનાં પૂર્વ છાત્ર રહ્યા છે. તેઓ જુલાઇ 1980માં ભારતીય નૌસેના સાથે જોડાયા. એનડીએમાં આવતા પહેલા તેમણે મહારાષ્ટ્રનાં બાર્નેસ સ્કુલ, દેવલાલીથી સ્નાતક કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુળ રીતે જાલંધર રહેનારા કરમબીર સિંહનું શિક્ષણ દેશનાં અનેક શહેરોમાં થઇ કારણ કે તેમના પિતા પોતે ભારતીય વાયુસેના (IAF) હતા અને વિંગ કમાન્ડર તરીકે સેવાનિવૃત થયા હતા. 

— SpokespersonNavy (@indiannavy) March 23, 2019

પોતાનાં 37 વર્ષના લાંબા કેરિયરમાં તેમણે અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી ચુક્યા છે. 2018માં તેમનાં શાનદાર સેવા માટે અનિવિશિષ્ઠ સેવા મેડલ (એવીએસએમ) અને પરમ વિશિષ્ઠ સેવા મેડલ (પુવીએસએમ)થી નવાજવામાં આવ્યા હતા. 

— ANI (@ANI) March 23, 2019

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ ચાંદબીબી, ફાઇટર જહાજ આઇએનએસ વિજયદુર્ગ (મિસાઇલ શિપ) ઉપરાંત આઇએનએસ રાણા અને આઇએનએસ દિલ્હી જેવા 4 મોટા અને ખુબ જ મહત્વનાં જહાજ તેમના નિયંત્રણમાં રહ્યા છે. તેઓ એક હેલિકોપ્ટર પાયલોટ છે અને ચેતક તથા કામોસ પણ ઉડાવી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news