નવી દિલ્હી : પંજાબમાં મોટા પ્રમાણમાં સીખ તિર્થયાત્રીઓનાં કોરોના વાયરસ સંક્રમિત થવા અંગે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, તીર્થ યાત્રીઓનાં કોરોના સંક્રમિત થવાથી પંજાબમાં ખતરો પેદા થઇ ગયો છે. શું તેની તબલીગી મરકઝ સાથે કોઇ તુનલા કરી શકાય ? દિગ્વિજય સિંહે એક સમાચારની લિંક શેર કરતા સવાલ ઉઠાવ્યો કે, શું શીખ તીર્થ યાત્રીઓની તુલના તબલીગી મરકઝ સાથે કરી શકાય ? શીખ તીર્થ યાત્રીઓ કોરોના સંક્રમિત હોવાને કારણે પંજાબમાં ખતરો પેદા થઇ ગયો છે. શું તેની તબલીગી મરકઝ સાથે કોઇ તુલના કરવામાં આવી શકે ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેવી નીતિ? વિદેશથી આવનારાઓને મફત, મજૂરો પાસેથી ભાડા વસુલાઇ રહ્યા છે!

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવાર રાત સુધીના આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રના નાંદેડથી પરત ફરેલા શીખ શ્રદ્ધાળુઓનાં કારણે પંજાબમાં કોરોનાના આંકડાઓમાં ઝડપથી વધારો થયો છે. પંજાબમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 780 થઇ ચુકી છે. તેમાંથી કોરોનાના 400 કેસ ગત્ત 72 કલાકમા વધ્યા છે. જે પૈકી નાંદેડથી આવેલા 391 તીર્થયાત્રીઓનો પણ સમાવેશ થાય છે.


હંદવાડના શહીદોને PM મોદીએ કર્યું નમન, તેમની બહાદુરી ક્યારે પણ દેશ નહી ભુલી શકે

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ સ્વિકાર્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણના મુદ્દે એક મોટો હિસ્સો શીખ તીર્થયાત્રીઓનો છે. એક ખાનગી ચેનલમાં તેમણે સ્વિકાર્યું હતું કે, પંજાબમાં કોરોના ત્રણ રસ્તેથી આવ્યો પહેલા NRI, બીજો નાંદેડ અને ત્રીજો રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો. શરૂઆતમાં કારોના સંક્રમણ પર કાબુ મેળવી લેવાયું હતું. જો કે ત્યાર બાદ નાંદેડ અને બાકીની જગ્યાઓથી આવેલા લોકોમાં સંક્રમણ ફેલાયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube