નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે શનિવારે ખુદ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. તેમની તબીયત ખરાબ હોવાની માહિતી મળવા જ દેશ-પ્રદેશના લોકો જલદી સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને શિવરાજ સિંહ ચૌણાવના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે. દિગ્વિજય સિંહે કહ્યુ, તમારે (મુખ્યમંત્રી) સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાનવ રાખવાનું હતું, જે ન રાખ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક ટ્વીટમા લખ્યુ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અસ્વસ્થ હોવાની જાણકારી મળી. ઈશ્વરવ પાસે તેઓ જલદી થાય તેવી પ્રાર્થના કરુ છું. આ રીતે એક ટ્વીટ દિગ્વિજય સિંહે કર્યુ, જેમાં તેમણે લખ્યું, દુખ છે શિવરાજ જી તમે કોરોનાથી સંક્રમિત થયા. ઈશ્વર તમને જલદી સાજા કરે. તમારે સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખવાનો હતો, જે ન રાખ્યો. મારા પર તો  ભોપાલ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી તમારા પર કેમ કરે. તમારુ ધ્યાન રાખો. 


શ્રીનગરના રણબીરગઢમાં અથડામણ, સેનાએ બે આતંકીઓને કર્યાં ઠાર

મુખ્યમંત્રીએ કહ્યુ, કોવિડ-19ની સમય પર સારવાર થાય તો વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરી રહ્યો છું. હું હવે યથાસંભવ વીડિયો કોન્ફરન્સથી કોરોનાની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીશ. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube