નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ  (Defence Minister Rajnath Singh)એ સોમવારે ભારત આવેલા અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પર ( Mark Esper) સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. હૈદરાબાદ હાઉસમાં બંન્ને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાર્તા થઈ ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પર અહીં આવવાથી ભારત પ્રસન્ન છે, આજે અમારી વાર્તા સફળ રહી. આ બેઠક બંન્ને દેશો વચ્ચે રક્ષા સહયોગને વ્યાપક સ્તર પર લઈ જવાના ઉદ્દેશ્ય સાથે થઈ હતી. આજની વાર્તાથી આપણા રક્ષા સંબંધ તથા અરસપરસના સહયોગમાં નવો રંગ જોડાશે. સૂત્રો અનુસાર રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા તેમના અમેરિકી સમકક્ષ વચ્ચે આજની વાર્તાનો મુખ્ય મુદ્દો હિંદ પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ તથા અહીં રક્ષા સહયોગનો વિસ્તાર હતો. બંન્ને દેશો વચ્ચે સહયોગ પર થયેલા એગ્રીમેન્ટ પર મંગળવારે હસ્તાક્ષરની સંભાવના છે. 


J&K: તિરંગાના અપમાન પર મહેબૂબાની પાર્ટીમાં વિરોધની શરૂઆત, 3 મોટા નેતાઓના રાજીનામા  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા અમેરિકી રક્ષા મંત્રી માર્ક એસ્પરને સાઉથ બ્લોકમાં ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ. તેમનું સ્વાગત રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ. ચીનની સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ અને અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે ભારત અને યૂએસ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, રક્ષા મંત્રી માર્ક એસ્પર સોમવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીં બંન્ને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે 2+2 બેઠકમાં ભાગ લેશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube