J&K: તિરંગાના અપમાન પર મહેબૂબાની પાર્ટીમાં વિરોધની શરૂઆત, 3 મોટા નેતાઓના રાજીનામા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ તિરંગા પર આપેલું નિવેદન ભારે પડી રહ્યું છે. સોમવારે મહેબૂબા મુફ્તીના નિવેદનથી નારાજ પીડીપીના ત્રણ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.

J&K: તિરંગાના અપમાન પર મહેબૂબાની પાર્ટીમાં વિરોધની શરૂઆત, 3 મોટા નેતાઓના રાજીનામા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ તિરંગા પર આપેલું નિવેદન ભારે પડી રહ્યું છે. સોમવારે મહેબૂબા મુફ્તીના નિવેદનથી નારાજ પીડીપીના ત્રણ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. પીડીપીમાંથી રાજીનામુ આપનાર નેતાઓમાં ટીએસ બાજવા, વેદ મહાજન અને હુસૈન એ વફાએ પાર્ટી પ્રમુખ મુફ્તીને પત્ર લખ્યો છે, જેમાં નેતાઓએ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. મહેબૂબા મુફ્તીએ નિવેદન આપ્યું હતું કે, જ્યાં સુધી ઘાટીમાં આર્ટિકલ 370ની જોગવાઈઓને બીજીવાર લાગૂ કરવામાં આવશે નહીં, તે કોઈપણ ઝંડો પકડશે નહીં. 

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને લખેલા પત્રમાં ટીએસ બાઝવા, વેદ મહાજન અને હુસૈન એ વફાએ કહ્યુ કે, તેમના કેટલાક કામો અને નિવેદનો, વિશેષરૂપથી જે દેશભક્તિની ભાવનાને ઠેસ પહોંચાડે છે તેના કારણે અસહજ અનુભવી રહ્યાં છે. આવી સ્થિતિમાં તેમનું પાર્ટીમાં રહેવું મુશ્કેલ છે. આ કારણે તેઓ રાજીનામા આપી રહ્યાં છે. 

ભાજપ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
મહેબૂબા મુફ્તીના નિવેદનથી નારાજ ભાજપ કાર્યકર્તાઓએ જમ્મુમાં સોમવારે પીડીપીના કાર્યલય પર તિરંગો ફરકાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં નારેબાજી પણ કરી હતી. 

બિહારઃ પ્રથમ તબક્કા માટે પ્રચાર-પડઘમ શાંત, 28 ઓક્ટોબરે 71 સીટો પર મતદાન  

લાલ ચોકમાં તિરંગો ફરકાવવાનો પ્રયાસ
તો જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સોમવારે ત્રણ ભાજપના કાર્યકર્તાઓને તે સમયે કસ્ટડીમાં લેવામાં આવ્યા જ્યારે તે લાલ ચોકના ક્લોક ટાવર પર તિરંગો ફરકાવવા માટે ચઢી રહ્યા હતા. કાર્યકર્તા ભારત માતાની જયના નારા લગાવી રહ્યાં હતા. સ્થાનીક રિપોર્ટ પ્રમાણે ભાજપ કુપવાડા યૂનિટના કાર્યકર્તા સોમવારે શ્રીનગરના લાલ ચોક સ્થિત ઘંટાઘર પહોંચ્યા હતા. તેમણે ત્યાં તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ કસ્ટડીમાં લઈ લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news