દિવાળી પર મા લક્ષ્મી અને કુબેરની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આવામાં જરૂરી હોય છે કે, તમે પૂજનનું શુભ મુહૂર્તનું ધ્યાન રાખો. શુભ સમય અને વિધિ-વિધાનના અનુસાર, પૂજા કરવાથી તમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીની કૃપા બની રહેશે. દર વખતની જેમ આ વખતે પણ દિવાળી પૂજનના શુભ મુહૂર્ત છે. આ સમયે તમે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની આરાધના કરીને શુભ ફળની પ્રાપ્તિત કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપાય


  •  ધનવૃદ્ધિ માટે નારિયેળના ચમકીલા કાપડમાં બાંધીને તેને પૂજા ઘર કે તિજોરીમાં રાખો. આવું કરવાથી તમારી પાસે ક્યારેય રૂપિયાની અછત નહિ સર્જાય.

  •  દિવાળીના દિવસે મા લક્ષ્મીને દૂધ-ચોખાની ખીર કે દૂધથી બનેલ પકવાનના ભોગ અવશ્ય લગાવો.

  •  દિવાળીના દિવસે તમે આખા ઘરને ભલે ઓછા સજાવો, પરંતુ ભૂલથી પણ મુખ્ય ગેટને ખાલી ન રાખો. દરવાજા પર રંગોળી, ફૂલ જરૂર કરો. સાંજનાસ મયે દીવા પ્રગટાવીને અંધારુ દૂર કરો. 

  •  દિવાળી પર સૂર્યોદયથી લઈને આગામી દિવસે સૂર્યના ઉગવા સુધી અખંડ દીવો પ્રગટાવો. તેનાથી તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે.

  •  મા લક્ષ્મીની પૂજા સાથે એ પણ ધ્યાન રાખો કે, તમે કોઈ પણ સ્ત્રીનું અનાદર ન કરો. માનવામાં આવે છે કે, સ્ત્રીના અનાદરથી મા લક્ષ્મી નારાજ થાય છે, અને શુભ થતું ફળ પણ અશુભ થઈ જાય છે.


મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના મંત્ર
ઉપર બતાવાયેલ પૂજાની સાથે તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નીચે બતાવાયેલ મંત્રોનું જાપ પણ ખાસ કરજો. 
- ऊं आद्यलक्ष्म्यै नम:
- ऊं विद्यालक्ष्म्यै नम:
- ऊं सौभाग्यलक्ष्म्यै नम:
- ऊं अमृतलक्ष्म्यै नम:
- ऊं कामलक्ष्म्यै नम:
- ऊं सत्यलक्ष्म्यै नम:
- ऊं भोगलक्ष्म्यै नम:
- ऊं योगलक्ष्म्यै नम:


તેના બાદ આ મંત્રનો ઉચ્ચારણ કરો. ऊं अपवित्र: पवित्रोवा सर्वावस्थां गतो पिवा. य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर:.. ऊं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः


દિવાળીના પૂજાના શુભ મુહૂર્ત
આ તો દિવાળીનો આખો દિવસ જ શુભ માનવામાં આવે છે. તમે દિવાળીના કોઈ પણ સમયે પૂજન કરી શકો છો. પરંતુ પ્રદોષ કાળથી લઈને નિશાકાળ સુધીનો સમય ફળ રહે છે. જે લોકો આ દિવસે બસના પૂજા કરે છે, તેમના માટે રાહુ કાળનો વિચાર કરવો
જોઈએ. જે લોકો માત્ર ગણેશ લક્ષ્મીજીની પૂજા કરે છે, તેઓએ કંઈ પણ ધ્યાન ન રાખવું જોઈએ. કેમ કે, અમાસની તિથિ પર રાહુ કાળનો દોષ નથી થતો.


અમાસની તિથિ પ્રારંભ - 6 નવેમ્બર 2018 રાત્રે 10.03 વાગ્યે
અમાસની તિથિ સમાપ્ત - 7 નવેમ્બર 2018 રાત્રે 9.32 વાગ્યે 


મુહૂર્ત સમય
સવારે 8 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી
સવારે 10.30 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા સુધી
બપોરે 1.30 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી
સાંજે 7.30 વાગ્યાથી રાત્રે 12.15 સુધી


સ્થિર લગ્ન
વૃષ સાંજે 6.15થી રાત્રે 8.05 સુધી
સિંહ રાત્રે 12.45થી 2.50 સુધી
વૃશ્ચિક સવારે 8.10થી 9.45 સુધી
કુંભ બપોરે 1.30થી 3.05 સુધી