છત્તીસગઢના એક શિલ્પકારે બનાવ્યો અનોખો દીવો, 24થી 40 કલાક સુધી રહે છે પ્રજ્વલિત
આ કારીગરની કલાને જોઈને કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે તમેને નેશનલ મેરિટ પ્રશસ્તિ એવોર્ડ અને 75 હજાર રૂપિયા આપીને સન્માનિત કર્યા.
નવી દિલ્હીઃ દિવાળીના તહેવાર માટે આખા દેશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીના પર્વમાં દીવડાઓનું ખાસ મહત્વ છે. દિવાળીમાં દરેકના ઘરે દીવડાઓ પ્રજ્વલિત થાય અને તેનાથી અદભૂત રોશની રેલાય છે. અત્યાર બજારમાં જ્યાં જુઓ ત્યાં અવનવા દીવડાઓ આવી ગયા છે. અનેરી ડિઝાઈન અને રંગબેરંગી દીવડાઓની લોકો ખરીદી કરી રહ્યાં છે. સામાન્ય રીતે માટીથી બનાવેલા દીવડાઓ 2થી 3 કલાક સુધી પ્રજ્વલિત રહી શકે છે. જો વધુ સમય સુધી દીવડો જલાવી રાખવો હોય તો તેમાં વારંવાર તેલ નાખવું પડે છે અને વારંવાર દીવડામાં તેલ પૂરવાનું પણ ભૂલી જવાતું હોય છે. ત્યારે હવે આ સમસ્યાનો તોડ પણ છત્તીસગઢના એક કારીગરે કાઢી લીધો છે.
આ કારીગરે એવો દીવો તૈયાર કર્યો છે જે લાંબા સમય સુધી આપશે રોશની. છત્તીસગઢમાં કોંડાગાંવમાં રહેતા એક શિલ્પકારે દિવાળી માટે અનોખો દીવો બનાવ્યો છે. આ શિલ્પકારનું નામ છે અશોક ચક્રધારી. જેમણે 24થી 40 કલાક સુધી પ્રજ્વલિત રહી શકે તેવો દીવો તૈયાર કર્યો છે. આ દીવામાં ઓટોમેટિક તેલ જરૂર મુજબ આવી રહ્યું છે. જેમ જેમ દીવામાં તેલ ઓછું થાય તેમ તેની જાતે જ તેમાં તેલ પૂરાઈ રહ્યું છે. આ કારીગરની ખાસ સુઝબુઝથી તૈયાર થયેલો દીવો છે. આ દીવાની કિંમત 200થી 250 રૂપિયા છે. આ દીવડો બનાવનારા કારીગરનું કહેવું છે કે, તેને 35 વર્ષ પહેલાં આવો દીવો જોયો હતો અને તેને યાદ કરીને આ દીવો તૈયાર કર્યો છે.
અયોધ્યામાં પ્રથમવાર થશે ભવ્ય ડિજિટલ દિવાળી, તૈયારીમાં લાગી યોગી સરકાર
આ દીવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. જેનાથી તેમને રાતોરાત સોશિયલ મીડિયા થકી દીવા માટેના ઓર્ડર મળવા લાગ્યા. ત્યારે છેક તેમને ખબર પડી કે, આ વીડિયોને કારણે દીવડો ભારે ડિમાન્ડમાં છે. તેમને રોજ આવા 50થી 60 દીવા તૈયાર કરે છે. આ કારીગરની કલાને જોઈને કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે તમેને નેશનલ મેરિટ પ્રશસ્તિ એવોર્ડ અને 75 હજાર રૂપિયા આપીને સન્માનિત કર્યા. 4 ધોરણ સુધી ભણેલા આ કારીગરની કલાગીરી હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube