અયોધ્યામાં પ્રથમવાર થશે ભવ્ય ડિજિટલ દિવાળી, તૈયારીમાં લાગી યોગી સરકાર

આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે. 

Updated By: Nov 8, 2020, 09:32 PM IST
અયોધ્યામાં પ્રથમવાર થશે ભવ્ય ડિજિટલ દિવાળી, તૈયારીમાં લાગી યોગી સરકાર
ફાઇલ તસવીર

અયોધ્યાઃ દિવાળીના તહેવાર પર ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભવ્ય ડિજિટલ દીપાવલી મનાવવાની તૈયારી કરી રહી છે. તો હવે 500 વર્ષોમાં પ્રથમવાર રામજન્મભૂમિ પર થનારી દિવાળીને યાદગાર બનાવવામાં યોગી સરકાર લાગી ગઈ છે. દીપોત્સવના અવસર પર અયોધ્યામાં પ્રથમવાર ડિજિટલ આતાશબાજી થશે. અયોધ્યામાં ભક્તો માટે દીપ પ્રગટાવવાની વ્યવસ્થા થશે. 

આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે. વર્ચ્યુઅલ દીપોત્સવ માટે જલદી નવી વેબસાઇટ લોન્ચ થશે. આ વર્ચ્યુઅલ દીપોત્સવ રિયલ જેવો અનુભવ આપશે. તો દીપ પ્રગટાવ્યા બાદ ધન્યવાદ પત્ર મળશે. 

પોર્ટલ પર શ્રીરામલલા બિરાજમાનની તસવીર હશે, જેની સમક્ષ વર્ચ્યુઅલ દીપ પ્રજ્વલિત થશે. અહીં સુવિધા હશે કે શ્રદ્ધાળુ પોતાના ભાવાનુસાર માટી, તાંબા, સ્ટીલ અને કોઈ અન્ય ધાતુના દીપ સ્ટેન્ડની પસંદગી કરે. ઘી, સરસવ અને તલના તેલનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. 

કોરોના વેક્સિન પર મોટી જાહેરાત, AIIMSના ડાયરેક્ટરે આપ્યા આ સંકેત  

ધન્યવાદ પત્ર પણ મળશે
જો શ્રદ્ધાળુ પુરૂષ હોય તો પુરૂષના વર્ચ્યુઅલ હાથ અને મહિલા હોવા પર મહિલાના વર્ચ્યુઅલ હાથ દીપ પ્રજ્વલિત કરશે. દીપ પ્રજ્વલિત બાદ શ્રદ્ધાળુઓની વિગતના આધાર પર રામલલાની સાથે મુખ્યમંત્રી આદિત્યનાથ તરફથી ધન્યવાદ પત્ર જારી થશે. 13 નવેમ્બરે મુખ્ય સમારોહ પહેલા વેબસાઇટ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. 

આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દીપોત્સવમાં વર્ચ્યુઅલી સહભાગી થશે. મુખ્યમંત્રી યોગી રામાયણના પ્રસંગો પર આધારિત ઝાંકીનું અવલોકન કરશે. સાથે શ્રીરામ, સીતા અને લક્ષ્મણના સ્વરૂપની આરતી કરી શ્રીરામનો રાજ્યાભિષેક કરશે. મુખ્યમંત્રી જન્મભૂમિ પરિસરમાં રામલલાની આરતી પણ ઉતારશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube