Ram Mandir: જો આ IAS ન હોત તો આજે રામ મંદિર બન્યું ના હોત! રાતોરાત બાબરી મસ્જિદમાં રખાઇ હતી મૂર્તિ
Ayodhya Ram Mandir: રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ત્યારે આપણે એ વ્યક્તિને યાદ રાખવા જોઈએ કે જેના કારણે આઝાદીના થોડા સમય પછી બાબરી મસ્જિદમાં રાલ લલ્લાની મૂર્તિઓ રાતોરાત મૂકવામાં આવી હતી અને આજે તેમના જ કારણે રામ મંદિર બની રહ્યું છે.
IAS KK NAYAR AYODHYA RAM MANDIR: દેશભરમાં હાલમાં રામમય માહોલ છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અયોધ્યા પહોંચશે. આ પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. તે વ્યક્તિને યાદ રાખવાની જરૂર છે કે જેના અધિકાર હેઠળ, આઝાદીના થોડા સમય પછી બાબરી મસ્જિદમાં રાલ લલ્લાની મૂર્તિઓ રાતોરાત મૂકવામાં આવી હતી.
New Rules: કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે બાળકોને મળશે આ સુવિધા
એટલું જ નહીં તેમણે તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલ નેહરુના આદેશની અવગણના કરીને વિવાદિત સ્થળ પરથી પ્રતિમાઓ હટાવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. અમે વાત કરી રહ્યા છીએ ફૈઝાબાદ જિલ્લાના તત્કાલિન ડીએમ કેકે નાયરની. હાલમાં પીએમ મોદી કોઈ જિલ્લાના કલેક્ટરને આદેશ કરે અને એની અવગણના થાય તો શું થાય આમ છતાં આ કલેક્ટરે બહાદુરી દાખવી હતી અને પીએમના આદેશની અવગણના કરી હતી.
ગજબ! 112 વર્ષની દાદીને ફરી કરવા છે 8મા લગ્ન : શોધે છે એક મર્દ, રાખી છે આ શરત
તમને નવાઈ લાગશે કે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને વિવાદિત સ્થળ પર રાખવામાં આવેલી રામ લલ્લાની પ્રતિમાઓને હટાવવા માટે બે વાર આદેશ આપ્યો હતો. કેકે નાયરે બંને વખત તેમના આદેશોનું પાલન કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. આનાથી તેમની હિંદુવાદી અધિકારી તરીકેની છબી ઉભી થઈ. જેનો તેમને મોટો ફાયદો થયો. તેઓ અને તેમની પત્નીએ માત્ર લોકસભાની ચૂંટણી જ લડી ન હતી પરંતુ જીત પણ મેળવી હતી. આટલું જ નહીં, તેમના ડ્રાઇવરને પણ તેમની છબીનો લાભ મળ્યો. તેમના ડ્રાઈવરે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી અને જીતીને ધારાસભ્ય બન્યા.
Astro Tips: દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા મકર સંક્રાંતિના દિવસે કરી લેજો આ અચૂક ઉપાય
અલેપ્પીના નાયર 1930 બેચના ICS અધિકારી હતા
એક સમયે હેમંત શર્માએ પોતાના પુસ્તક 'યુદ્ધ મેં અયોધ્યા'માં લખ્યું છે કે કેરળના અલેપ્પીના રહેવાસી કેકે નાયર 1930 બેચના ICS ઓફિસર હતા. ફૈઝાબાદના ડીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બાબરી સ્ટ્રક્ચરમાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી. જે મૂર્તિઓ વિવાદનું કારણ બની હતી અને કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો.
'જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે',આ કહેવત સાચી ઠરી, આ રીતે થયુ ગુપ્તરૂપે અંગદાન
નાયરે આ બહાનું કાઢી પીએમના આદેશને ટાળ્યો
હેમંત શર્મા પુસ્તકમાં લખે છે કે નાયરના કાર્યકાળ દરમિયાન આ કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો હતો. અલેપ્પી કે નાયર 1 જૂન 1949ના રોજ ફૈઝાબાદના કલેક્ટર બન્યા હતા. 23 ડિસેમ્બર, 1949 ના રોજ જ્યારે ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં રાખવામાં આવી હતી ત્યારે નહેરુએ યુપીના તત્કાલિન સીએમ ગોવિંદ બલ્લભ પંતને તરત જ મૂર્તિઓ દૂર કરવા કહ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે પ્રતિમાઓ હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.કે. નાયરે રમખાણો અને હિંદુ લાગણીઓને ભડકાવવાના ડરથી આ આદેશનું પાલન કરવામાં અસમર્થતા દર્શાવી હતી.
આ નંબર ડાયલ કરીને હવે તમે પોલીસ સામે ફરિયાદ કરી શકશો, જાહેર કરાઈ હેલ્પલાઈન
નાયરને થયો હતો મોટો ફાયદો
પુસ્તક અનુસાર, જ્યારે તત્કાલિન પીએમ નેહરુએ ફરીથી પ્રતિમાઓ હટાવવાનું કહ્યું ત્યારે નાયરે સરકારને લખ્યું કે પ્રતિમાઓ હટાવતા પહેલાં તેમને હટાવવા જોઈએ. દેશના સાંપ્રદાયિક વાતાવરણને ધ્યાનમાં રાખીને સરકારે પીછેહઠ કરી હતી. ડીએમ નાયરે 1952માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તેમણે જનસંઘની ટિકિટ પર ઉત્તર પ્રદેશની બહરાઈચ બેઠક પરથી દેશની ચોથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી ગયા. તેમની પત્ની શકુંતલા નાયર પણ જનસંઘની ટિકિટ પર કૈસરગંજથી ત્રણ વખત લોકસભા પહોંચ્યા હતા. બાદમાં તેમનો ડ્રાઈવર પણ ઉત્તર પ્રદેશ વિધાનસભાનો સભ્ય બન્યો. મુસ્લિમોએ વિવાદિત સ્થળ પરથી પ્રતિમાઓ ન હટાવવા સામે વિરોધ કર્યો હતો. બંને પક્ષોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ સરકારે આ સાઈટને વિવાદિત જાહેર કરી અને તેને લોક કરી દીધી.
3 દિવસ બાદ થશે મહાગોચર, આ 3 રાશિવાળા જબદસ્ત ધનલાભ માટે થઈ જાઓ તૈયાર, સપના પૂરાં થશે
23મી ડિસેમ્બરે સેંકડો લોકો થયા હતા ભેગા
અયોધ્યા પોલીસ સ્ટેશનના તત્કાલિન એસએચઓ રામદેવ દુબે જ્યારે નિયમિત તપાસ દરમિયાન 23 ડિસેમ્બર 1949ની સવારે 7 વાગે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં સેંકડો લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. બપોર સુધીમાં રામભક્તોની ભીડ વધીને 5000 થઈ ગઈ હતી. અયોધ્યાની આસપાસના ગામડાઓમાંથી ભક્તોની ભીડ એક બાળકના રૂપમાં પ્રગટ થયેલા ભગવાન રામના દર્શન માટે ઉમટી પડી હતી. બધા લોકો 'ભય પ્રકટ કૃપાલા' ગાતા વિવાદિત સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા. ભીડ જોઈને પોલીસ અને વહીવટીતંત્ર ગભરાવા લાગ્યું. તે સવારે બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજની નીચેના રૂમમાં આ મૂર્તિ દેખાઈ હતી. જે કેટલાય દશકોથી રામ ચબૂતરા પર બિરાજમાન હતી. તેમના માટે સીતા રસોઇ અથવા કૌશલ્યા રસોઇમાં ભોજન તૈયાર કરવામાં આવતું હતું.