આ નંબર ડાયલ કરીને હવે તમે પોલીસ સામે ફરિયાદ કરી શકશો, જાહેર કરાઈ હેલ્પલાઈન
Gujarat Police Helpline Number : પોલીસ દમન અથવા પોલીસ સામેની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 14449 જાહેર... 15 દિવસમાં એક્ટિવ થઈ જશે આ નંબર
Trending Photos
Gujarat Police : સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ, કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માંગે છે. પરંતુ નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય અને પોલીસ જ આરોપીના કઠેડામાં હોય તો કોને કહેવું. ત્યારે હવે ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયો છે. હવે 14449 નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે.
15 દિવસમાં નંબર સક્રિય થઈ જશે
હવે ગુજરાતમાં ક્યાંય પણ પોલીસની કનડગત હોય તો સીધા 14449 નંબર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકાશે. ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ પોલીસ દમન સામે હેલ્પલાઈન નંબર 14449 ઉપર ફરિયાદ કરી શકશે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આ હેલ્પલાઈન નંબર અંગે સોગંધનામું રજૂ કર્યું છે. આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાશે. અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન 24/7 કાર્યરત રહેશે. નંબર સક્રિય થતાં તેનો જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા અપાયો આ નંબર
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે પોલીસ દમન અથવા પોલીસ સામે ફરિયાદ કરવા માટેની હેલ્પલાઈન નંબરની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 14449 નંબર અપાયો છે. જો કે આ હેલ્પલાઈન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થશે.
અલગ અલગ મદદ માટે અલગ અલગ નંબર
રાજ્યમાં અનેક પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર છે. જેમ કે, મહિલા હેલ્પલાઇન નંબર 1091 છે. ભ્રષ્ટાચાર નિવારણ માટે નંબર 1064 છે. તો પોલીસ કન્ટ્રોલ રૂમ 100 નંબર પર પણ મદદ મળી રહે છે. તેવી જ રીતે પોલીસ સામે ફરિયાદ કરવા 14449 પ્રચલિત કરાશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબર પણ પ્રચલિત કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે