નવી દિલ્હી: શું ભારતમાં કોરોના મહામારીએ જ્વાળામુખીનું સ્વરૂપ લઈ લીધુ છે જે ગમે ત્યારે ફાટી શકે છે? આ સવાલ Indian Council of Medical Research એટલે કે ICMRના એ રિપોર્ટથી ઉઠે છે જેનાથી એવા સંકેત મળે છે કે ભારત હવે કોરોના સંક્રમણના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે અથવા તો પહોંચવાની તૈયારીમાં છે. આખરે ICMRના એ રિપોર્ટમાં એવું તે શું છે જેણે ભારતમાં આ વાયસના કમ્યુનિટી ટ્રાન્સમિશન (Community Transmission)વાળા જોખમની ઘંટડી વગાડી છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી બન્યા વિશ્વના એકમાત્ર નેતા, જેમને The White House એ ફોલો કરવાનું શરૂ કર્યું


શું છે ICMRના રિપોર્ટમાં?
વાત જાણે એમ છે કે ICMRએ 15 ફેબ્રુઆરીથી લઈને 2 એપ્રિલ સુધીમાં 21 રાજ્યોના 52 જિલ્લાઓમાં શ્વાસ સંબંધી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓના કોરોના ટેસ્ટ કર્યાં જેમાંથી 1.8 ટકા એટલે કે 104 દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી લગભગ 39 ટકા એટલે કે 40 કેસ એવા હતા કે જેમની ન તો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હતી કે ન તો એ  લોકો વિદેશથી પાછા ફરેલા લોકોના સંપર્કમાં આવ્યાં હતાં. 


જો કે ICMRએ પોતાના રિપોર્ટમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો કોઈ ઉલ્લેખ નથી કર્યો પરંતુ જાણકારો તેને કમ્યુનિટી ટ્રાન્સમિશન તરીકે જોઈ રહ્યાં છે અને એવા તર્ક આપી રહ્યાં છે કે આ વાયરસ હવે એવા લોકોમાં ફેલાવવા લાગ્યો છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ ગઈ કાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ તર્કને પૂરેપૂરી રીતે ફગાવી દીધો છે અને કહ્યું કે દેશમાં કોરોના વાયરસ હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા સ્ટેજમાં પહોંચ્યો નથી. 


ભારતનો આ બાળજ્યોતિષ ખુબ જ ચર્ચામાં, કોરોના અંગે કરી હતી સચોટ ભવિષ્યવાણી, આ તારીખે મળશે મુક્તિ!


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટ ના, આપ્યા બે તર્ક
ICMRના જે રિપોર્ટના આધારે જાણકારો કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા જોખમની વાત કરી રહ્યાં છે તે રિપોર્ટને આધાર બનાવીને કેન્દ્ર સરકાર એવો દાવો કરી રહી છે કે એવું કોઈ જોખમ નથી. આ માટે સરકાર તરફથી બે તર્ક અપાયા છે. 


પહેલો તર્ક એ છે કે રિપોર્ટમાં કોરોના પોઝિટિવના તમામ કેસ એવી જગ્યાઓ પરથી મળી આવ્યાં છે જેમને હોટસ્પોટ જાહેર કરી ચૂકાયા હતાં. આથી ત્યાં પહેલેથી જ એવા પોઝિટિવ દર્દીઓ મળવાના અણસાર હતાં કે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહતી. એક તર્ક એ પણ છે કે ICMRનો રિપોર્ટ દેશના ફક્ત 52 જિલ્લાઓ સુધી જ સિમિત છે અને ટેસ્ટમાં સામેલ 5911માંથી ફક્ત 1.8 ટકા સેમ્પલ જ પોઝિટિવ આવ્યાં છે. 


ત્રીજા તબક્કામાં પ્રવેશવાનું વધ્યું જોખમ
જો કે સરકાર ભલે કહે કે દેશમાં હજુ  આ મહામારીનું કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું પરંતુ એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે હવે કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધી ગયું છે. આ જોખમને એ રીતે સમજીએ કે કોરોના સંક્રમણના કુલ ચાર તબક્કા હોય છે અને ભારત હજુ બીજા તબક્કામાં છે. જો હાલાત કાબુ બહાર ગયા તો કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા ત્રીજા તબક્કામાં પહોંચવામાં વધુ સમય નહીં લાગે. 


કોરોના ત્રાસદીમાં પણ ચીને ઉખાડ્યો કાશ્મીર મુદ્દો, ભારતે વળતો પ્રહાર કરી આપ્યો જડબાતોડ જવાબ


કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં એવા લોકોને ચેપ લાગ્યો હોય છે જે લોકો બીજા દેશમાંથી ચેપ લઈને આવ્યાં હોય છે. ભારત આ તબક્કો પાર કરી ચૂક્યું છે. જ્યારે બીજા તબક્કામાં એવા લોકો આવે છે જે વિદેશયાત્રા કરીને ચેપ લઈને આવ્યાં હોય અને તેના સંપર્કમાં આવનાર લોકોમાં તે ચેપ ફેલાયો હોય. ભારત હાલ બીજા તબક્કામાં છે. હવે ભારતનો ત્રીજા તબક્કામાં પહોંચવાનું જોખમ વધી ગયું છે. જેમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ જાય છે. આ સ્ટેજમાં તે લોકોને પણ ચેપ લાગવાનો શરૂ થઈ જાય છે જે લોકો ન તો વિદેશ મુસાફરી કરીને આવ્યાં હોય કે ન તો વિદેશથી પાછા ફરેલા કોઈના સંપર્કમાં આવ્યાં હોય. આ તબક્કામાં સંક્રમિત વ્યક્તિને ચેપ ક્યાથી લાગ્યો અને કેવી રીતે ફેલાયો તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. ICMRના રિપોર્ટમાં આવામાં જ 40 સંક્રમિત દર્દીઓની માહિતી મળી છે. આથી એવું કહેવાય છે કે ભારતમાં કોરોના સંક્રમણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પરંતુ હાલ સરકાર તેની ના પાડે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube