PM મોદી બન્યા વિશ્વના એકમાત્ર નેતા, જેમને The White House એ ફોલો કરવાનું શરૂ કર્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના એક માત્ર નેતા બન્યા છે જેમને અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસના ટ્વીટર હેન્ડલે ફોલો કરવાનું શરૂ કર્યું છે. 2 દિવસ પહેલા જ કોરોના વાયરસ સામેની લડતમાં અણેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જરૂરી દવાઓ મોકલવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હકીકતમાં અમેરિકા કોરોના સંક્રમણના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કોરોનાએ અમેરિકામાં કાળો કેર વર્તાવ્યો છે. આ સંકટની ઘડીમાં અમેરિકાને મેલેરિયા વિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જરૂર હતી. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે કોરોના વિરુદ્ધની લડતમાં આ દવા અસરકારક છે. 
PM મોદી બન્યા વિશ્વના એકમાત્ર નેતા, જેમને The White House એ ફોલો કરવાનું શરૂ કર્યું

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના એક માત્ર નેતા બન્યા છે જેમને અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસના ટ્વીટર હેન્ડલે ફોલો કરવાનું શરૂ કર્યું છે. 2 દિવસ પહેલા જ કોરોના વાયરસ સામેની લડતમાં અણેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જરૂરી દવાઓ મોકલવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હકીકતમાં અમેરિકા કોરોના સંક્રમણના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કોરોનાએ અમેરિકામાં કાળો કેર વર્તાવ્યો છે. આ સંકટની ઘડીમાં અમેરિકાને મેલેરિયા વિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જરૂર હતી. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે કોરોના વિરુદ્ધની લડતમાં આ દવા અસરકારક છે. 

જેથી કરીને તેમણે ભારત પાસે આ દવાની માગણી કરી હતી. ભારત સરકારે પ્રતિબંધ હટાવતા માનવીય ધોરણે અમેરિકાને આ દવા ઉપલબ્ધ કરાવી. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને અમેરિકાના સૌથી સારા મિત્ર ગણાવ્યાં હતાં. 

વિદેશ મંત્રાલયના સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે મુજબ અમેરિકાના ખરાબ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદદ ઉપલબ્ધ કરાવી છે. જેને લઈને અમેરિકા વારંવાર આભાર પણ વ્યક્ત કરી રહ્યું છે અને છેલ્લા 24 કલાકની અંદજર પીએમ નરેન્દ્ર મોદીના ટ્વીટર એકાઉન્ટને વ્હાઈટ હાઉસે ફોલો કરવાનું પણ શરૂ કરી દીધુ છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે વ્હાઈટ હાઉસ અત્યાર સુધી 19 લોકોને ફોલો કરે છે જેમાં કોઈ પણ વિદેશ નેતા નથી. ભારતમાંથી ફક્ત તે પીએમઓ, રાષ્ટ્રપતિના ટ્વીટર હેન્ડલને ફોલો કરતું હતું. હવે ત્રીજુ નામ નરેન્દ્ર મોદીનું છે. જેને વ્હાઈટ હાઉસે ટ્વીટર પર ફોલો કરવાનું શરૂ કરી દીધુ છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news