પટના: બિહાર (Bihar) ના ભોજપુર જિલ્લામાં સંબંધોને શર્મશાર કરી દેનાર એક ઘટના સામે આવી છે. જ્યાં સાવકી માતા અને સગા પિતાએ પોતાની પુત્રીની હત્યા કરી પુરાવા છુપાવવાના ઉદ્દેશ્યથી તેની લાશને નહેરમાં ફેંકી દીધી હતી. જિલ્લાના અજીમાબાદ પોલીસ (Police) એ ભીમપુરા ગામ પાસે નહેર કિનારેથી મૃત કિશોરીની બિનવારસી અવસ્થામં લાશ મળી આવી અને પોસ્ટમોર્ટમ માટે આરા સદર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિશોરીની હત્યા કરવાનો આરોપ મૃતકના મામાએ તેના સગા પિતા અને સાવકી માતા પર લગાવ્યો છે. બે દિવસ પહેલાં જ મૃતકના મામાએ સગા પિતા સાવકી માતા સહિત ત્રણ લોકો વિરૂદ્ધ કિશોરીની વિરૂદ્ધ હત્યા (Murder) ની આશંકા વ્યક્ત કરતાં ગુમ થયાની લેખિત અરજી કરી હતી. 

Amazon પરથી ઓનલાઇન મંગાવ્યું ઝેર, ગોળી ખાઇને 18 વર્ષના યુવકે કરી આત્મહત્યા


મૃતકના મામાએ જણાવ્યું કે મૃત કિશોરીના લગ્નનો ખર્ચ વહન કરવો ન પડે, તેના માટે સગા પિતા અને સાવકી માતાએ તેની હત્યા કરી પુરાવાને છુપાવવાના ઉદ્દેશ્યથી તેની લાશને નહેરમાં ફેંકી દીધી હતી. મૃતકને આ લોકો ત્રાસ પણ આપતા હતા જેને લઇને ગત 17 તારીખના રોજ તેમના દ્વારા પિતા, સાવકી માતા સહિત ત્રણ લોકો વિરૂદ્ધ નવાદા પોલીસ મથકમાં હત્યા કરી લાશ સંતાડવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. 


મૃતક સર્વોદય નગર નિવાસી સોનૂ કુમાર રાયની 16 વર્ષીય પુત્રી દિવ્યા કુમારી છેલા ત્રણ દિવસથી ઘરેથી અચાનક ગાયબ થઇ ગઇ હતી. યુવતીની લાશ મળ્યા બાદ પોલીસને ઓળખ ન થતાં તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. પરંતુ આ દરમિયા ઘટનાસ્થળ પર પાડવામાં આવેલ ફોટો તેના મામા પાસે પહોંચી ગયો ત્યારબાદ મામાએ તેની ઓળખ દિવ્યા કુમારીના રૂપમાં કરી છે. 

લારી પર ગુજરાતી ભોજન વેચે છે 75 વર્ષની દાદી, 85 વાર લોકો જોઇ ચૂક્યા છે Video


મૃતકના મામાના અનુસાર દિવ્યાના ગુમ થવા અને તેની હત્યાની આશંકાને લઇને તેમને નવાદા પોલીસ મથકમાં સાવકી માતા શાંતિ દેવી અને તેના પિતા સોનૂ રાય સહિત કાકી સંધ્યા દેવી વિરૂદ્ધ હત્યાના કેસનો ગુનો દાખલ કરાવ્યો હતો. મૃતકના મામાના અનુસાર, મૃતકનો કોઇ ભાઇ અથવા બહેન નથી અને તેના આરોપી પિતાએ 13 વર્ષ પહેલાં તેની માતાનું પણ ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું હતું. 


બીજી તરફ પોલીસે (Police) મૃતકના ઘરે રેડ પાડી તેની માતાની ધરપકડ કરી લીધી. તો આ તરફ પિતા ઘર છોડીને ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે મૃતકની હત્યામાં સામેલ તેના પિતા અને અન્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે મૃત કિશોરીના ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. તેના શરીરના ઘણા ભાગ પર નિશાન છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે હત્યા કરવામાં આવી છે કે નહી. હાલ પોલીસે સમગ્ર કેસની તપાસ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube