Amazon પરથી ઓનલાઇન મંગાવ્યું ઝેર, ગોળી ખાઇને 18 વર્ષના યુવકે કરી આત્મહત્યા
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ઇન્દોર (Indore) માં 18 વર્ષીય યુવકે કથિત રીતે ઓનલાઇન સલ્ફાસની ગોળી મંગાવીને ખાઇ લીધી, ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું.
Trending Photos
ઇન્દોર: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ઇન્દોર (Indore) માં 18 વર્ષીય યુવકે કથિત રીતે ઓનલાઇન સલ્ફાસની ગોળી મંગાવીને ખાઇ લીધી, ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. હવે આ મામલે પોલીસે તેના પિતાની ફરિયાદના આધારે ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) ને નોટીસ મોકલવાની તૈયારી કરી રહી છે.
સારવાર દરમિયાન થયું મોત
છત્રીપુરા પોલીસમથકના એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે સ્થાનિક ફળ વિક્રેતા રંજીત વર્માએ પોલીસને ફરિયાદ કરી. ફરિયાદમાં આરોપ લગાવ્યો કે તેમના મોટા પુત્ર આદિત્ય વર્મા (18) એ ગત મહિને અમેઝોન શોપિંગ સાઇટ પરથી ઓનલાઇન ઓર્ડર કરીને સલ્ફાસ મંગાવ્યું અને 29 જુલાઇના રોજ તેનું સેવન કર્યા બાદ તેની તબિયત બગડી ગઇ. ત્યારબાદ યુવકને શહેરના એક ચેરિટેબલ હોસ્પિટલ (Charitable Hospital) માં દાખલ કરવામાં આવ્યો. પરંતુ 30 જુલાઇના રોજ તેને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
ગેરકાયદેસર રીતે ઝેરની આપૂર્તિ
ફળ વિક્રેતાએ પોલીસને ફરિયાદમાં આરોપ લગાવ્યો કે અમેઝોને ગ્રાહકના પ્રમાણિત દસ્તાવેજોની તપાસ કર્યા વિના તેના પુત્રને સલ્ફાસના રૂપમાં ઝેરની ગેરકાનૂની આપૂર્તિ કરી. છત્રીપુરા પોલીસ મથના પ્રભારી પવન સિંઘલે જણાવ્યું કે 'અમે ફરિયાદ પર સંજ્ઞાન લીધું છે અને અમે વાસ્તવિક સ્થિતિની તપાસ કરવા માટે અમેઝોનને નોટીસ મોકલી. તેના જવાબ બાદ યોગ્ય કાનૂની પગલાં ભરવામાં આવશે.'
'Amazon ના લીધે પુત્રએ ગુમાવ્યો જીવ
આ દરમિયાન, સલ્ફાસ ખાઇને આત્મહત્યા કરનાર યુવકના પિતા રંજીત વર્માએ કહ્યું કે 'જો મારા પુત્રને અમેઝોન દ્વારા પુરૂ પાડવામાં ન આવ્યું તો કદાચ તે જીવતો હોત. અમે આ કંપની વિરૂદ્ધ સખત કાનૂની કાર્યવાહી ઇચ્છીએ છીએ જેથી તેના દ્વારા ઝેરની ઓનલાઇન આપૂર્તિ પર રોક લગાવવામાં આવે અને કોઇ અન્ય પિતાને પોતાનો પુત્ર ગુમાવવો ન પડે. વર્માના અનુસાર કેટલાક લોકો તેમના પુત્ર પર બે લાખ રૂપિયા ચૂકવવાનું દબાણ બનાવી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે